તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રવિવાર, 7 ફેબ્રુઆરી એટલે આજે પોષ મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે તલ સાથે જોડાયેલાં શુભ કામ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આજે તલનું ઉબટન લગાવવામાં આવે છે. પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવાની પરંપરા છે. જરૂરિયાતમંદ લોકો અને મંદિરમાં તલનું દાન કરવામાં આવે છે.
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે. આ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને બધી એકાદશીઓ અંગે જણાવ્યું હતું.
રવિવારે એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ સૂર્યદેવની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. એકાદશીએ સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ.
સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મોટા મંદિરમાં ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીનો અભિષેક કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને ચઢાવો. વસ્ત્ર, હાર-ફૂલ ચઢાવો. તુલસીના પાન સાથે મીઠાઈનો ભોગ ધરાવવો. કેળા ચઢાવવા. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો. ધ્યાન રાખો કે રવિવારે તુલસીના પાન તોડવા જોઇએ નહીં. તુલસીના તૂટેલા પાન લઇને તેને ધોઇ લેવા અને પૂજામાં ઉપયોગમાં લેવા. તુલસીના જૂના પાનનો ઉપયોગ પણ કરી શકાય છે.
જે લોકો આ તિથિએ વિષ્ણુ ભગવાન માટે વ્રત કરે છે, તેમણે આ દિવસે અનાજનું સેવન કરવું નહીં. એક સમય ફળાહાર કરી શકે છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને ધન દાન કરો.
આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો જોઇએ નહીં.
એકાદશીએ ચાંદીના વાસણથી શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઇએ. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી કેસર મિશ્રિત જળ ચઢાવો. બીલીપાન અને આંકડાના ફૂલ શિવલિંગ ઉપર ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. સૂર્યાસ્ત પછી શિવલિંગ પાસે, હનુમાનજીના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.