રવિવારે ભાનુ સાતમ:આ પર્વમાં સૂર્ય પૂજા અને વ્રત કરવાથી પાપ દૂર થાય છે અને અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

9 જાન્યુઆરી, રવિવારે પોષ મહિનાની સાતમનો પર્વ રહેશે. આ સંયોગમાં વાર, તિથિ અને મહિનાના સ્વામી સૂર્ય હોવાથી આ દિવસે ભગવાન ભાસ્કરની પૂજા કરવાથી અનેક ગણું શુભફળ મળશે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. સાથે જ, અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય પણ મળે છે. પુરાણો પ્રમાણે પોષ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિ જો રવિવારે હોય તો આ દિવસે સૂર્ય પર્વ થઈ જાય છે.

સ્કંદ અને પદ્મ પુરાણમાં સૂર્યપૂજા
પોષ મહિનામાં સૂર્ય ઉપાસનાની પરંપરા છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. સ્કંદ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનામાં સૂર્યને જળ ચઢાવવાથી પુણ્ય મળે છે અને પાપ પણ નષ્ટ પામે છે. ધર્મ ગ્રંથોના જાણકાર પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વેદોમાં સૂર્યને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે સૂર્ય ઉપાસનાથી પોઝિટિવ ઊર્જા વધે છે.

આ પર્વમાં મીઠા વિનાનું વ્રત કરવાથી યશ, ધન અને ઉંમર વધે છે.
આ પર્વમાં મીઠા વિનાનું વ્રત કરવાથી યશ, ધન અને ઉંમર વધે છે.

મીઠા વિનાના વ્રતનું વિધાન
પોષ મહિનામાં ભાનુ સાતમનો સંયોગમાં ભગવાન સૂર્યની પૂજા સાથે આખો દિવસ વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે વ્રત દરમિયાન એકવાર પણ મીઠાનું સેવન કરવામાં આવતું નથી. આ પર્વમાં મીઠા વિનાનું વ્રત કરવાથી યશ, ધન અને ઉંમર વધે છે.

આ દિવસે શું કરવું- ભાનુ સાતમના દિવસે સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ. આ દિવસે પાણીમાં તલ રાખીને સ્નાન કરવું. લાલ કપડા પહેરવા અને લાલ ચંદનનું તિલક લગાવીને તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યને જળ ચઢાવવું. દિવસમાં જરૂરિયાતમંદ લોકોને ગોળ, તલ અને ગરમ કપડાનું દાન કરો.

સફળતા અને ઉન્નતિ માટે પણ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે
સફળતા અને ઉન્નતિ માટે પણ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે

ધર્મ ગ્રંથો પ્રમાણે ભાનુ સાતમના દિવસે સૂર્યને જળ ચઢાવવાનું મહત્ત્વ
સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે સૂર્યને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. તેમને ભક્તોને પ્રત્યેક્ષ દર્શન આપનાર પણ કહેવામાં આવે છે. એટલે પોષ મહિનામાં સૂર્યદેવને જળ ચઢાવવાથી ખાસ પુણ્ય મળે છે.
1. પોષ મહિનાની સાતમ તિથિએ સૂર્યને જળ ચઢાવવાથી સન્માન મળે છે
2. સફળતા અને ઉન્નતિ માટે પણ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે છે
3. દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે સૂર્યને જળ ચઢાવવામાં આવે છે
4. વાલ્મીકિ રામાયણ પ્રમાણે યુદ્ધ માટે લંકા જતા પહેલાં ભગવાન શ્રીરામે પણ સૂર્યને જળ ચઢાવીને પૂજા કરી હતી. તેનાથી તેમને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં મદદ મળી.