તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 કથાઓ અને 3 માન્યતાઓ:ત્રેતા અને દ્વાપર યુગમાં પણ સૂર્યદેવની ઉપાસના અને વ્રત કરવામાં આવ્યું હતું

5 દિવસ પહેલા
  • સૂર્ય પૂજાથી રોગ દૂર થાય છે, સંતાન સુખ અને પોઝિટિવ ઊર્જા પણ મળે છે

ભગવાન સૂર્યની પૂજા અને વ્રતનું વિધાન વૈદિક કાળથી જ છે. પરંતુ પૌરાણિક ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં શ્રીરામ અને દ્વાપરમાં શ્રીકૃષ્ણના દીકરા સાંબે ભગવાન સૂર્યની ઉપાસના કરી હતી. ગ્રંથોમાં જણાવેલી સૂર્ય ઉપાસના પાછળ માન્યતા છે કે ભગવાન ભાસ્કરની પૂજા અને વ્રત કરવાથી રોગ દૂર થાય છે. તાકત વધે છે, રક્ષા થાય છે. સાથે જ, બાળકને સુખ પણ મળે છે.

વૈદિક કાળઃ કારતક સુદ સાતમના દિવસે સૂર્યને સંતાન પ્રાપ્તિઃ-

સૂર્યના તેજને સંજ્ઞા અને અસ્તને છાયા અને બંનેને સૂર્યની પત્ની જણાવવામાં આવી છે. સંજ્ઞા વિશ્વકર્માની પુત્રી હતી. તે સૂર્યના તાપને સહન કરી શકતી નહોતી. તેમણે છાયા નામનું પોતાનું પ્રતિરૂપ રચ્યું અને સ્વયં તપસ્યા કરવા માટે કુરૂ પ્રદેશ જતી રહી. સૂર્યને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ સંજ્ઞાની શોધ કરવા લાગ્યાં. સંજ્ઞા, તેમને સાતમ તિથિના દિવસે પ્રાપ્ત થઇ. આ તિથિએ સૂર્યને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને સંતાન પણ પ્રાપ્ત થયાં. એટલા માટે સાતમ તિથિ ભગવાન ભાસ્કરને અતિ પ્રિય છે.

માન્યતાઃ સૂર્ય ઉપાસના દ્વારા સંતાન સુખ મળે છે

ત્રેતાયુગઃ ઇક્ષ્વાકુ વંશજ ભગવાન રામે સૂર્યદેવની ઉપાસના કરી હતીઃ-

બ્રહ્માના પુત્ર મરીચિ થયાં. મરીચિના પુત્ર ઋષિ કશ્યપ. ઋષિ કશ્યપના લગ્ન અદિતિ સાથે થયાં. અદિતિની તપસ્યાથી પ્રસન્ન સૂર્યએ સુષુમ્ના નામની કિરણ દ્વારા અદિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. અદિતિના ગર્ભથી જન્મેલાં સૂર્યના અંશને વિવસ્વાન કહેવામાં આવ્યું. આ સંતાન વૈવસ્વત મનુ થયાં. શનિ, યમ, યમુના અને કર્ણ સૂર્યના સંતાનો છે. ભગવાન રામ વૈવસ્વત મનુના પુત્ર ઇચ્છવાકુ કુળમાં જન્મેલાં. કહેવાય છે કે, પોતાના કુળ પુરૂષની પ્રસન્નતા માટે ભગવાન રામ છઠ્ઠ વ્રત કરતાં હતાં.

માન્યતાઃ સૂર્ય ઉપાસના દ્વારા રક્ષા અને તાકાત મળે છે

દ્વાપર યુગઃ સાંબે કોઢના રોગથી મુક્તિ મેળવવા માટે કઠોર તપ કર્યું હતુંઃ-

ભગવાન કૃષ્ણ અને જાંબવતીના પુત્ર સાંબ ખૂબ જ સુંદર હતાં. તેમના સૌંદર્યના કારણે ભગવાનની સોળ હજાર એક સો રાણીઓના મનમાં થોડી વિકૃતિ પેદા થઇ ગઇ. ભગવાનને જ્યારે નારદજી પાસેથી આ વાતની જાણ થઇ ત્યારે તેમણે સાંબને શ્રાપ આપી દીધો. શ્રાપનો ઉલ્લેખ રૂદ્રાવતાર દુર્વાસા મુનિ, મહર્ષિ ગર્ગ સાથે જોડાયેલાં ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. બધા જ ગ્રંથમાં સાંબને કોઢના રોગનો શ્રાપ આપવાની કથા છે. સાંબે ચંદ્રભાગા (ચિનાબ) નદીના કિનારે કઠોર સૂર્ય ઉપાસના કરી. જેથી તેમનો કોઢનો રોગ દૂર થઇ ગયો. તેમણે 12 અર્ક સ્થળોનું નિર્માણ કરાવ્યું.

માન્યતાઃ સૂર્યને અર્ઘ્ય આપવાથી રોગ દૂર થાય છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો