હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને 25 મે (બુધવાર)ના રોજ સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ દિવસે નૌતપા શરૂ થઈ જશે. નૌતપા 2 જૂન સુધી રહેશે. નૌતપામાં ગરમી વધારે રહે છે. આ દિવસોમાં ધર્મ લાભ લેવા ઇચ્છો છો તો જરૂરિયાતમંદ લોકોને જળ અને છત્રીનું દાન કરવું જોઈએ. સાથે જ, પશુ-પક્ષીઓ માટે અનાજ-જળની વ્યવસ્થા પણ જરૂર કરો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નૌતપાની ગરમીમાં સ્વાસ્થ્યને લગતી બેદરકારી કરવી જોઈએ નહીં. ખાનપાનનું ધ્યાન રાખો અને તડકામાં વધારે સમય સુધી રહેવું નહીં. શરીરમાં પાણીની ઉણપ થવા દેશો નહીં. બેદરકારી કરવાથી લૂ લાગી શકે છે અને આવી જ અન્ય બીમારીઓ પણ થઈ શકે છે.
ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી છે
રોહિણીને ચંદ્રનું પ્રિય નક્ષત્ર માનવામાં આવે છે. સૂર્ય જ્યારે આ નક્ષત્રમાં આવે છે ત્યારે નૌતપા શરૂ થાય છે. જ્યોતિષની માન્યતા પ્રમાણે ચંદ્રના નક્ષત્રમાં આવવાથી સૂર્યનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે આ કારણે આ દિવસોમાં ગરમી વધારે રહે છે.
નૌતપા સાથે જોડાયેલી માન્યતા
પં. શર્માના જણાવ્યા પ્રમાણે નૌતપામાં વધારે ગરમી રહે છે ત્યારે સારો વરસાદ થવાની શક્યતાઓ રહે છે. જૂની કહેવત છે કે જેટલી વધારે રોહિણી તપે છે, તેટલો જ વધારે વરસાદ થાય છે. જો નૌતપાના દિવસોમાં સામાન્ય કરતા વધારે વરસાદ થાય છે ત્યારે ચોમાસામાં સરેરાશ કરતા ઓછો વરસાદ થવાની શક્યતાઓ રહે છે.
સૂર્ય ઉપાસના કરો
નૌતપાના દિવસોમાં સવારે સૂર્યોદય સમયે જાગી જવું જોઈએ અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્ય પૂજા માટે સવાર-સવારનો સમય સૌથી સારો રહે છે, કેમ કે પછી ગરમી વધી જાય છે. જળ ચઢાવતી સમયે સૂર્યના મંત્ર ૐ સૂર્યાય નમઃ નો જાપ કરો. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રાખો જળ ચઢાવતી સમયે સૂર્યને નરી આંખે જોશો નહીં. લોટામાંથી જે જળની ધારા વહે તેમાંથી સૂર્યને જોવો જોઈએ.
શિવજી, શ્રીકૃષ્ણ અને વિષ્ણુજીની પૂજામાં ધ્યાન રાખો આ બાબત
નૌતપા સમયે શિવલિંગ ઉપર, શ્રીકૃષ્ણ અને વિષ્ણુજીને ઠંડું જળ ચઢાવવું જોઈએ. ભગવાનને ચંદન ચઢાવો. બાળ ગોપાલ અને વિષ્ણુજીને ચંદનનો લેપ કરવાની પણ પરંપરા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.