મકર સંક્રાંતિ:14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, આ દિવસે મેષ અને વૃષભ સહિત 7 રાશિના લોકોએ સાવધાન રહેવું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકર સંક્રાંતિએ રાશિ પ્રમાણે દરેક જાતકોએ ઊનના કપડાં, મચ્છરદાની અને અનાજનું દાન કરવું
  • આ દિવસે રાશિ પ્રમાણે વિવિધ રંગના કપડાં પહેરવાથી લાભ મળે છે

14 જાન્યુઆરીની રાતે લગભગ 9 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષની આ ઘટનાને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિએ ધર્મ-કર્મ કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને સૂર્યની પૂજા કરવાની પરંપરા છે. પંચાંગ ભેદના કારણે વિવિધ જગ્યાએ 14 અને 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઊજવવામાં આવશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રાશિ પ્રમાણે મકર સંક્રાંતિએ શું કરવું અને શું ન કરવું...

મેષ- મકર સંક્રાંતિના દિવસે જોખમી કાર્યો ટાળવાની કોશિશ કરો. સંક્રાંતિએ લાલ રંગના કપડાં પહેરો અને મચ્છરદાની અને તલનું દાન કરો.

વૃષભ- મકર સંક્રાંતિએ અતિ ઉત્સાહથી બચવું. સંક્રાંતિએ સફેદ કપડાં પહેરો અને ઊનના વસ્ત્ર અને તલનું દાન કરવું.

મિથુનઃ- મકર સંક્રાંતિએ પરેશાનીઓ વધી શકે છે, ધૈર્ય જાળવી રાખવું. સફેદ કપડાં પહેરવા. કાળા તલ અને મચ્છરદાનીનું દાન કરો

કર્કઃ- મકર સંક્રાંતિએ પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. કોઈને ધન આપતી સમયે એકવાર વિચાર કરી લેવો. કેસરી રંગના કપડાં ધારણ કરો. તલ, સાબુદાણા અને ઊનનું દાન કરો.

મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કપડાં પહેરવાથી પણ લાભ મળશે
મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કપડાં પહેરવાથી પણ લાભ મળશે

સિંહઃ- આ તહેવારમાં તમારે સંતોષ જાળવી રાખવો જોઈએ. નવા કામ કરતી સમયે સાવધાન રહેવું. સંક્રાંતિએ તમે પીળા કપડાં પહેરો. તલ, ધાબળો, મચ્છરદાની પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરો.

કન્યાઃ- પરિવારમાં કોઈ સભ્ય સાથે વિવાદ ન કરો. દબાણ ઘટાડવાની કોશિશ કરવી. સંક્રાંતિએ વાદળી કપડાં પહેરો. ક્ષમતા પ્રમાણે તલ, ધાબળો, તેલ અને અડદ દાળનું દાન કરો.

તુલાઃ- મકર સંક્રાંતિએ સાવધાન રહો. કોઈ અજાણ્યા લોકોની વાત ઉપર વિશ્વાસ ન કરો. સંક્રાંતિએ સફેદ કપડાં પહેરો. તેલ, રૂ, કપડા, રાઈ, મચ્છરદાની દાન કરો.

વૃશ્ચિકઃ- મકર સંક્રાંતિએ વેપારમાં લાભ થશે. સંબંધીઓ પાસેથી સમજી-વિચારીને મદદ લેવી. સંક્રાંતિએ લાલ કપડાં પહેરો. ધાબળો, ઊનના કપડાં, કોઈ જરૂરિયાતમંદને દાન કરો.

ધનઃ- મકર સંક્રાંતિએ પૂજાપાઠ કરતી સમયે એકાગ્રતા જાળવી રાખો. અનેક દિવસોથી જે કામ કરવા ઇચ્છો છો, તે પૂરું થઈ શકે છે. સંક્રાંતિએ પીળા અને કેસરી કપડાં પહેરો. તલ, ચણાની દાળનું દાન કરો.

મકરઃ- મકર સંક્રાંતિએ કોઈપણ પ્રકારનું ખોટું કામ ન કરો. શુભ સમાચાર મળી શકે છે. સંક્રાંતિએ વાદળી કે આસમાની રંગના કપડાં ધારણ કરો. તેલ, તલ, ધાબળો, પુસ્તકનું દાન કરો.

કુંભઃ- મકર સંક્રાંતિએ સાવધાન રહેવું. અજાણ લોકો ઉપર વિશ્વાસ ન કરો. જોખમ ટાળવાની કોશિશ કરો. સંક્રાંતિએ વાદળી કે કાળા કપડાં ધારણ કરો. તલ, સાબૂ, કપડાં, કાંસકો અને અનાજનું દાન કરો.

મીનઃ- મકર સંક્રાંતિએ નવા લોકો સાથે વાત કરતી સમયે શબ્દોનો ઉપયોગ સમજી-વિચારીને કરો. સંક્રાંતિએ પીળા કે ગુલાબી કપડાં પહેરવાં. તલ, ચણા, સાબુદાણા, ધાબળો અને મચ્છરદાની દાન કરો.

અન્ય સમાચારો પણ છે...