• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Sun Will Enter Gemini On Wednesday, 15th Of The Sankranti Festival, On This Day, Bathing And Offering Arghya To The Sun Increases The Age

15 જૂને સંક્રાંતિ પર્વ:બુધવારે મિથુન રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે, આ દિવસે સ્નાન-દાન અને સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

15 જૂન, બુધવારે મિથુન સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ અને ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્ય એકથી બીજી રાશિમાં જાય છે. તે દિવસે સંક્રાંતિ પર્વ કહેવામાં આવે છે. આ પર્વ વર્ષમાં 12 વખત ઊજવવામાં આવે છે. એટલે કે દર મહિને સૂર્ય રાશિ બદલે છે.

સંક્રાંતિ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ-સ્નાન અને પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા છે. સાથે જ, જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાનું દાન પણ આપવામાં આવે છે. સૂર્ય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવું કરવાથી દરેક પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઉંમર વધે છે.

સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ પર્વ કહેવાય છે.
સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ પર્વ કહેવાય છે.

સંક્રાંતિ પર્વના દિવસે શું કરવું
આ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. એવું ન કરી શકો તો ઘરના જ પાણીમાં ગંગાજળના ટીપા મિક્સ કરીને સ્નાન કરવું. તેનાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. તે પછી ઉગતા સૂર્યને પ્રણામ કરો. પછી અર્ઘ્ય આપો. ત્યાર બાદ ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. છેલ્લે સૂર્ય દેવતાને પ્રણામ કરો અને 7 વખત પ્રદક્ષિણા કરો. એટલે એક જ જગ્યાએ ઊભા થઈને 7 વખત પરિક્રમા કરવી.

પૂજા પછી ત્યાં ઊભા રહીને શ્રદ્ધા પ્રમાણે, દાન કરવાનો સંકલ્પ લો અને દિવસમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાનું દાન કરો. બની શકે તો આ દિવસે વ્રત પણ કરી શકો છો. આખો દિવસ મીઠા વિનાનું વ્રત રાખવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.

સૂર્યને અર્ઘ્ય આપતી સમયે ધ્યાન રાખવું કે અર્ઘ્યનું પાણી જમીન ઉપર પડે નહીં. તેના માટે નીચે તાંબાનું વાસણ રાખવું જોઈએ.
સૂર્યને અર્ઘ્ય આપતી સમયે ધ્યાન રાખવું કે અર્ઘ્યનું પાણી જમીન ઉપર પડે નહીં. તેના માટે નીચે તાંબાનું વાસણ રાખવું જોઈએ.

ધ્યાન રાખવાની વાતો
સૂર્ય પૂજા માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરો. થાળીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને ઘીનો દીવો રાખવો. દીવો તાંબા કે માટીનો હોઈ શકે છે. અર્ઘ્ય આપતી સમયે લોટાના પાણીમાં લાલ ચંદન મિક્સ કરો અને લાલ ફૂલ પણ રાખો. ૐ ધૃણિ સૂર્યઆદિત્યાય નમઃ મંત્ર બોલીને અર્ઘ્ય આપો અને પ્રણામ કરો. અર્ઘ્ય આપવામાં આવતું પાણી જમીન ઉપર પડવા દેશો નહીં. કોઈ તાંબાના વાસણમાં જ અર્ઘ્ય પડવું જોઈએ. પછી તે પાણીને કોઈ એવા ઝાડ કે છોડમાં નાખો જ્યાં કોઈનો પગ અડે નહીં.

મિથુન રાશિમાં સૂર્યના પ્રવેશ પછી વરસાદ થાય છે
સૂર્ય દેવાતને જ જ્યોતિષના જનક માનવામાં આવે છે. તે બધા જ ગ્રહોના રાજા છે. આ ગ્રહ સ્થિતિથી જ કાલગણના કરવામાં આવે છે. દિવસ-રાતથી લઇને મહિના, ઋતુ અને વર્ષની ગણતરી સૂર્ય વિના કરવામાં આવી શકતી નથી. દર મહિને જ્યારે સૂર્ય રાશિ બદલે છે ત્યારે વાતાવરણમાં ફેરફાર થવા લાગે છે. જેથી ઋતુઓ પણ બદલાય છે. આ કારણે સૂર્યની સ્થિતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના મિથુન રાશિમાં આવી ગયા પછી જ વરસાદની ઋતુ શરૂ થાય છે. થોડા વિદ્વાનો પ્રમાણે મોટાભાગે જ્યારે સૂર્ય મિથુન રાશિથી સિંહ રાશિ સુધી આવે છે ત્યારે વરસાદ થાય છે.