તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃશ્ચિક સંક્રાંતિ:16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં સૂર્ય રહેશે, આ દરમિયાન પૂજા અને દાનથી મહાપુણ્ય મળે છે

4 દિવસ પહેલા
  • આ દિવસોમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરીને ઊગતા સૂરજની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે

સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે ત્યારે એને સંક્રાતિ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય તુલાથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એને વૃશ્ચિક સંક્રાંતિ કહેવામાં આવે છે. 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વૃશ્ચિક સંક્રાંતિ રહેશે. હિંદુ પંચાંગ પ્રમાણે, દર વર્ષે કુલ 12 સંક્રાંતિ આવે છે અને દરેક રાશિમાં સૂર્ય 1 મહિના સુધી રહે છે. સૂર્યના આ ભ્રમણની સ્થિતિને સંક્રાંતિ કહેવામાં આવે છે.

વૃશ્ચિક સંક્રાંતિનું મહત્ત્વઃ-

સોમવારે શરૂ થવાથી આ સંક્રાંતિનું મહત્ત્વ વધી ગયું છે. આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, નાણાકીય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક સંક્રાંતિ એટલે 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી સૂર્યપૂજા અને દાનથી દરેક પરેશાનીઓ દૂર થાય છે. ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાથી બુદ્ધિ, જ્ઞાન અને સફળતા મળે છે.

શું કરવુંઃ-

ગ્રંથો પ્રમાણે, વૃશ્ચિક સંક્રાંતિ દરમિયાન (16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી) જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરવાનું મહત્ત્વ છે. આ સમયે કોઇપણ બ્રાહ્મણને ગાયનું દાન કરવાથી મહાપુણ્ય મળે છે.

પૂજા વિધિઃ-

  • સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યદેવની પૂજા કરવી જોઇએ.
  • પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવો.
  • નાળાછડી, હળદર અને સિંદૂર મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ઘ્ય આપો.
  • લાલ દીવો એટલે ઘીમાં લાલ ચંદન મિક્સ કરીને દીવો પ્રગટાવો.
  • ભગવાન સૂર્યને લાલ ફૂલ ચઢાવો.
  • ગૂગળનું ધૂપ કરો, નાળાછડી, કેસર, સિંદૂર વગેરે ચઢાવવાં જોઇએ.
  • ગોળના બનેલા હલવાનો ભોગ ધરાવો અને લાલ ચંદનની માળાથી ૐ દિનકરાય નમઃ મંત્રનો જાપ કરો.
  • પૂજન પછી નૈવેદ્ય ધરાવો અને એને પ્રસાદ સ્વરૂપમાં વહેંચો.

વૃશ્ચિક સંક્રાંતિનું ફળઃ-

સૂર્યના વૃશ્ચિક રાશિમાં આવી જવાથી ખરાબ કામ વધી જાય છે, એટલે ચોરી અને ભ્રષ્ટાચારી વધવાની આશંકા છે. વસ્તુઓની માગ વધી શકે છે. મંગળની રાશિમાં સૂર્યના આવી જવાથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે પરેશાનીભર્યો સમય રહેશે. અનેક લોકો ઉધરસ અને ઠંડીના કારણે પીડિત રહી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સૂર્યની અશુભ અસર જોવા મળશે. થોડા દેશો વચ્ચે સંઘર્ષ વધી શકે છે. આસપાસના દેશોથી ભારતના સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો