14 એપ્રિલથી 14 મે સુધી સૂર્ય મેષમાં રાશિમાં રહેશે. ઉચ્ચ રાશિમાં સૂર્ય રહેવાથી દેશમાં રાજકીય અને વહીવટી ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. એની સાથે જ મિથુન, કર્ક, વૃશ્ચિક, અને કુંભ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરવિર્તન શુભ રહેશે તેમજ વૃષભ, કન્યા, મકર અને મીન રાશિના લોકો માટે જોબ અને બિઝનેસમાં મુશ્કેલ સમય હોઈ શકે છે. એ ઉપરાંત મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.
પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા જણાવે છે, જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યના શુભ પ્રભાવથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કામો પૂરાં થાય છે. જોબ અને બિઝનેસમાં સફળતા મળે છે. મોટા લોકો અને અધિકારીઓની તરફથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે તેમજ સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં અડચણ આવે છે. નુકસાન પણ થાય છે. મોટા લોકો સાથે વિવાદ થઈ શકે છે. આંખો સંબંધિક સમસ્યા થાય છે. માથામાં દુખાવો થાય છે. કામકાજમાં અડચણો આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે.
કુંભ સહિત ચાર રાશિ માટે શુભ
મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોની કિસ્મતનો સાથ મળી શકે છે. શત્રુઓ પર વિજય મળવાના યોગ બનશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. વિચારેલાં મોટાં કામ પણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક બાબતોમાં ફાયદાનો સમય રહેશે. જોબ અને બિઝનેસમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સારો સમય રહેશે.
મેષ, સિંહ, તુલા અને ધન પર સામાન્ય અસર
સૂર્ય જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે મેષ, સિંહ, તુલા અને ધન રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે. આ 4 રાશિનાં કામ પૂરાં થશે, પરંતુ મહેનત પણ વધારે રહેશે. ખર્ચા અને તણાવ વધી શકે છે. રોજિંદાં કામકાજમાં વિવાદ થઈ શકે છે, સાથે જ નાણાકીય લાભ પણ થઈ શકે છે. ઘણી બાબતોમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
મકર સહિત ચાર રાશિ માટે મુશ્કેલ સમય
સૂર્યના રાશિ પરિવર્તનને કારણે વૃષભ, કન્યા, મકર અને મીન રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં મુશ્કેલીનો સમય રહેશે. સૂર્યને કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. આ 5 રાશિના લોકોએ સંભાળીને રહેવું. સૂર્યના અશુભ અસરથી કામકાજમાં અડચણ આવી શકે છે. વિવાદ થવાની આશંકા છે. પૈસા સંબંધિત નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર ન લેવું. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી બચવું જોઈએ.
અશુભ અસરથી બચવા માટે શું કરવું
સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના છોડમાં પાણી નાખવું જોઈએ. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં ઊઠીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવો. જે રાશિ પર સૂર્યની મિશ્ર અસર છે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવો. ગલગોટાનાં ફૂલ ચઢાવવાથી સૂર્ય સંબંધિત દોષનો અંત આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.