7 સપ્ટેમ્બરે વામન જન્મોત્સવ:સતયુગમાં ગુરુ શુક્રાચાર્યએ ના પાડી હોવા છતાંય, રાજા બલિએ વામન દેવને ત્રણ પણ ભૂમિ દાન કરવાનું વચન આપ્યું હતું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 7 સપ્ટેમ્બરે ભાદરવા સુદ બારસ છે. આ તિથિએ વામન જન્મોત્સવ ઊજવવામાં આવે છે. શ્રીમદભાગવતપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે વામન દેવનો અવતાર થયો, ત્યારે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો. બપોરે અભિજિત મુહૂર્તમાં તેમનો જન્મ થયો હતો. આ બારસના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર વામન દેવની ખાસ પૂજા કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બારસ તિથિએ વ્રત પણ કરવામાં આવે છે. જે લોકો આ વ્રત કરે છે, તેમણે બપોરે લગભગ 12 વાગ્યે ભગવાન વામનનું વિધિવત પૂજન કરવું જોઈએ.

આ રીતે વામન દેવની પૂજા કરો

  • વામન દેવનો પંચામૃતથી અભિષેક કરો. પંચામૃત બનાવવા માટે દૂધ, દહીં, ઘી, મધ અને મિસરીનો ઉપયોગ કરો. મિસરી ન હોય તો ખાંડ લઈ શકાય છે. પંચામૃત પછી જળથી અભિષેક કરો. ભગવાનને વસ્ત્ર અર્પણ કરો. અત્તર ચઢાવો. હાર-ફૂલથી શ્રૃંગાર કરો.
  • ધૂપ-દીપ પ્રગટાવો. ભગવાન વામન કે વિષ્ણુજીના મંત્રનો જાપ કરો. વામન ભગવાનની કથા વાંચો કે સાંભળો. મીઠાઈનો ભોગ ધરાવવો.
  • એક માટીના કળશમાં દહી લેવું. તેની સાથે જ ચોખા અને ખાંડનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો. તમે ઇચ્છો તો કોઈ મંદિરમાં પણ આ ત્રણેય વસ્તુનું દાન કરી શકો છો.
  • વ્રત કરનાર વ્યક્તિએ ફળાહાર કરવો જોઈએ. બીજા દિવસે એટલે તેરસ તિથિએ એકવાર ફરીથી વામન દેવની પૂજા કરવી. પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો અને ત્યાર બાદ સ્વયં ભોજન કરો.
જે લોકો આ વ્રત કરે છે, તેમણે બપોરે લગભગ 12 વાગ્યે ભગવાન વામનનું વિધિવત પૂજન કરવું જોઈએ
જે લોકો આ વ્રત કરે છે, તેમણે બપોરે લગભગ 12 વાગ્યે ભગવાન વામનનું વિધિવત પૂજન કરવું જોઈએ

વામન દેવની સંક્ષિપ્ત કથા
સતયુગમાં ભક્ત પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિ હતાં. રાજા બલિએ સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા પહોંચ્યાં.
ભગવાન વિષ્ણુએ કહ્યું, હું સ્વયં દેવમાતા અદિતિને ત્યાં જન્મ લઈશ અને બધા દેવતાઓના દુઃખ દૂર કરીશ. તે પછી વિષ્ણુજીએ વામન દેવ સ્વરૂપમાં જન્મ લીધો.
રાજા બલિ નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતાં. ભગવાન વામન તે યજ્ઞમાં પહોંચી ગયાં. બાળ બ્રહ્મચારી વામન દેવને જોઈને રાજા બલિએ તેમનું સ્વાગત કર્યું અને દાન માગવા માટે કહ્યું.
વામન ભગવાને કહ્યું, મને માત્ર ત્રણ પગ જમીન જોઈએ છે. રાજા બલિએ વિચાર્યું કે હું તો ત્રણ લોકનો સ્વામી છું, ત્રણ પગ જમીન તો સરળતાથી આપી શકું છું.
દૈત્ય ગુરુ શુક્રચાર્ય રાજા બલિને ના પાડી રહ્યા હતાં, પરંતુ રાજા બલિએ વામનને ત્રણ પગ જમીન આપવાનું વચન આપી દીધું.
ભગવાન વામને પોતાના એક પગથી પૃથ્વી, બીજામાં આકાશ માપી લીધું. ત્યારે રાજા બલિએ કહ્યું કે ત્રીજો પગ તમે મારા માથા ઉપર રાખી શકો છો. વામન દેવે ત્રીજો પગ બલિના માથા ઉપર રાખ્યો, તે પાતાળમાં જતો રહ્યો.
ભગવાન વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળના સ્વામી બનાવી દીધાં.