વાર્તા- મહાત્મા ગાંધી પોતાની આસપાસ રહેતાં બધા લોકોની નાની-નાની વાતો ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક ધ્યાન આપતાં હતાં. તેઓ બેડમિન્ટન ખૂબ જ ઓછું હતાં, પરંતુ એક મહિલાએ તેમને નિવેદન કર્યું કે મને પણ બેડમિન્ટન રમતાં આવડે છે અને તમે પણ થોડું બેડમિન્ટન રમવાનું જાણો છે. બાકી હું તમને શીખવાડી દઇશ.
ગાંધીજી તે મહિલા સાથે બેડમિન્ટન રમવા માટે તૈયાર થઇ ગયાં. તે બંને નેટની બંને બાજુ ઊભા રહી ગયાં. પંરતુ ગાંધીજીએ જોયું કે મહિલાના જમણાં હાથમાં ઈજા પહોંચી છે અને તેણે પાટો બાંધી રાખ્યો છે. જેના કારણે તે ડાબા હાથે રેકેટ પકડીને રમી રહી હતી.
ગાંધીજીએ પણ ડાબા હાથમાં રેકેટ લઇને રમવાનું શરૂ કરી દીધું. ત્યારે મહિલાએ કહ્યું, બાપૂ, મારા જમણાં હાથમાં ઈજાના કારણે દુખાવો થઇ રહ્યો છે, એટલે હું ડાબા હાથે રમી રહી છું. પરંતુ તમે કેમ ડાબા હાથે રમી રહ્યા છો?
ગાંધીજીએ કહ્યું, આ સમયે તમારી દુર્બળતા છે કે તમે જમણા હાથનો ઉપયોગ કરી શકતાં નથી. હું તેનો ફાયદો ઉઠાવવા માંગતો નથી. રમતમાં હાર-જીત પોતાની જગ્યાએ છે. જો હું જમણાં હાથથી રમીશ તો શક્ય છે કે હું જીતી જઇશ. પરંતુ, કોઇની સાથે સ્પર્ધા કરવી હોય તો સમાનતા સાથે કરવી જોઇએ.
બોધપાઠ- મિત્રતા હોય કે દુશ્મનાવટ, બંનેમાં સમાનતા હોવી જોઇએ. અન્યની નબળાઈનો લાભ ઉઠાવવાથી બચવું જોઇએ. કેમ કે, તેવી જ નબળાઇનો સામનો આપણે પણ કરવો પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.