• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Special Festival Of This Week: Raksha Bandhan Is The Festival That Saves From Difficulties, On This Day There Is Also A Tradition Of Donating To

રક્ષાબંધન:આ દિવસે એકબીજાના સૌભાગ્યની કામના સાથે રાખડી બાંધવામાં આવે છે, જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે રક્ષાબંધન અમુક જગ્યાએ 11 તો અમુક સ્થાને 12 તારીખના રોજ ઉજવાશે. આ પર્વમાં રાખડી તે વ્યક્તિને બાંધવામાં આવે છે, જે આપણને મુશ્કેલીઓથી બચાવી શકે. સાથે જ રક્ષા સૂત્ર બાંધવા પાછળ ભાવના છે કે જે વ્યક્તિને આ સૂત્ર બાંધવામાં આવી રહ્યું છે, તેમની બધી જ વિપત્તિઓ સામે રક્ષા થાય. તેમના જીવનમાં સૌભાગ્ય જળવાયેલું રહે અને દરેક પ્રકારની પરેશાનીઓ તેમનાથી દૂર રહે. આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા છે. આવું કરવાથી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે રક્ષાસૂત્ર બહેન પોતાના ભાઈને તો ગુરુ પોતાના શિષ્યને, બાળકો પોતાના માતા-પિતાને, માતા-પિતા બાળકોને એકબીજાના સૌભાગ્યની કામના સાથે બાંધે. આ દિવસે પોત-પોતાના આરાધ્ય દેવને પણ રક્ષાસૂત્ર બાંધી શકો છો.

તીર્થ સ્નાનની પરંપરા
રક્ષાબંધન એટલે શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે સવારે જલ્દી જાગીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. એવું કરી શકો નહીં તો ઘરમાં જ ગંગાજળ કે અન્ય પવિત્ર નદીઓના જળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. તેનાથી તીર્થ સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે.

રક્ષાસૂત્ર બહેન પોતાના ભાઈને તો ગુરુ પોતાના શિષ્યને, બાળકો પોતાના માતા-પિતાને, માતા-પિતા બાળકોને એકબીજાના સૌભાગ્યની કામના સાથે બાંધી શકે છે
રક્ષાસૂત્ર બહેન પોતાના ભાઈને તો ગુરુ પોતાના શિષ્યને, બાળકો પોતાના માતા-પિતાને, માતા-પિતા બાળકોને એકબીજાના સૌભાગ્યની કામના સાથે બાંધી શકે છે

દાનનું પણ મહત્ત્વ
આ અવસરે ભગવાન સામે ધૂપ-દીપ પ્રગટાવો અને તેમની વિધિવત પૂજા કરો, મંત્રનો જાપ કરો. પૂનમ તિથિને લગતા પૂજન કર્મ પણ કરો. જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનો સંકલ્પ લો. તે પછી ભોજન, કપડાં, મીઠું, ગોળ કે અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકો છો.

રક્ષાબંધન ઊજવવાની શુભ તિથિ
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે રક્ષાબંધન એટલે શ્રાવણ મહિનાની પૂનમ 11 ઓગસ્ટના રોજ સવારે લગભગ 11 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે 12 ઓગસ્ટની સવારે 7.16 વાગ્યા સુધી રહેશે. પછી શ્રાવણ મહિનાનો વદ પક્ષ શરૂ થઈ જશે. પૂનમ તિથિ બીજા દિવસે સૂર્યોદય પછી શરૂ થવાથી આ પર્વને અનેક જગ્યાએ 11 તારીખે તો અમુક સ્થાને 12 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ સિવાય પોતાના ક્ષેત્રના વિદ્વાનો અને પંચાંગ પ્રમાણે આ પર્વ ઉજવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...