• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • South Badri, Cheluvanarayana Swamy Temple, Melukote, The Place Of Karnataka Where Shri Ram Had Extracted Water From The Rock

શ્રીરામના પદચિહ્ન:કર્ણાટકનું તે સ્થાન જ્યાં શ્રીરામજીએ ચટ્ટાનમાંથી પાણી કાઢ્યું હતું, અહીંનું પાણી આજે પણ સુકાતું નથી

એક મહિનો પહેલાલેખક: મનોરમા સિંહ
  • કૉપી લિંક

બેંગલુરુથી 156 કિમી અને મૈસૂરથી 48 કિમી દૂર માંડ્યા જિલ્લામાં એક ગામ મેલુકોટે છે, જેની સાંસ્કૃતિક વિરાસતમાં રામાયણથી લઈને મહાભારત સુધીની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. વનવાસ દરમિયાન અહીં આવેલાં ભગવાન રામના પદચિહ્ન અને તેમના દ્વારા બનાવવામાં આવેલો પાણીનો સ્ત્રોત આજે પણ અહીં જોવા મળે છે. મહાભારત કાળમાં બલરામનું અહીં આવવું અને 11મી સદીમાં રામાનુજાચાર્યના અહીં રહેવાના કિસ્સા અહીંના લોકોના મુખે સાંભળવા મળે છે.

આ ગામને દક્ષિણ બદ્રી પણ કહેવામાં આવે છે અને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. ગામના એક ખૂણામાં ચેલુવનારાયણ સ્વામી મંદિર છે, જે અગિયારમી સદીનું છે. બીજા દક્ષિણ ખૂણામાં ધનુષ્કોટિ છે, જ્યાં ભગવાન રામના ચિહ્ન છે. કહેવાય છે કે વનવાસના દિવસોમાં રામજી અહીં સીતા અને લક્ષ્મણ સાથે આવ્યાં હતાં. સ્થાનિક લોકો જણાવે છે કે ધનુષ્કોટિમાં પહાડની ઉપર જે રહસ્યમય જળ સ્ત્રોત છે. જેને સદાનીર કહેવામાં આવે છે, એટલે કે જે પાણી અખૂટ છે. આ પાણી પહાડની નીચે વહેની આવે છે ત્યારે તેનો સ્વાદ બદલાઈ જાય છે. કોઈ જગ્યાએ ખારું તો કોઈ સ્થાને મીઠુ લાગે છે. લોક માન્યતા છે કે આ પરિવર્તન આસુરી અને દૈવીય ગુણોનું પ્રતિનિધિત્વ છે.

આ જળસ્ત્રોત સાથે જોડાયેલી એક રસપ્રદ લોક માન્યતા છે કે વનવાસમાં જ્યારે રામ-સીતા અને લક્ષ્મણ અહીં આવ્યાં હતા ત્યારે સીતાજીને ખૂબ જ તરસ લાગી. આસપાસ કોઈ જગ્યાએ પાણી હતું નહીં. એટલે લક્ષ્મણે પહાડ ઉપર બાણ ચલાવીને પાણી કાઢવાની કોશિશ કરી. પરંતુ પાણી નીકળ્યું નહીં. પછી રામજીએ ચટ્ટાન ઉપર બાણ ચલાવ્યું ત્યારે પાણીનો ફુવારો થયો. ત્યારે સીતા, જે લક્ષ્મીજીનો અવતાર હતાં, તેમણે કહ્યું કે પાણીનો આ સ્ત્રોત ક્યારેય સુકાવો જોઈએ નહીં. એક વ્યક્તિની તરસ છીપાવવા લાયક પાણી અહીં હંમેશાં રહેવું જોઈએ. આ વાત એકદમ સાચી પડી, આ ફુવારાનું પાણી ક્યારેય સુકાતું નથી. એક લોકવાયકા એ પણ છે કે ભગવાન રામ અહીં પોતાના દીકરા લવ અને કુશ સાથે આવ્યાં હતાં.

એક અન્ય લોકવાયકા છે કે રામજીએ વાનર સેનાના જલપાન માટે અહીંથી પાણી કાઢ્યું હતું. સ્થાનિક લોકો પ્રમાણે વાનર સેનાને લગતી લોકવાયકા સાચી લાગે છે, કેમ કે કર્ણાટકમાં હમ્પી તે સ્થાન છે, જ્યાં રામ, હનુમાન અને સુગ્રીવ મળ્યાં હતાં. અહીં વાલિ સાથે યુદ્ધ થયું હતું. સીતાનું હરણ તો હમ્પી પહોંચ્યાં તે પહેલાં જ થઈ ગયું હતું. વાલ્મિકી રામાયણમાં પણ રામજીનો વાનર સેના સાથે અહીં આવવાનો પ્રસંગ ઉલ્લેખવામાં આવે છે. રામજીના પદચિહ્ન, જળ સ્ત્રોત સિવાય અહીં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના ભિતચિત્ર પણ ચટ્ટાન ઉપર જોવા મળે છે.