• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Solar Eclipse Today; After This, The Last Lunar Eclipse Of The Year Will Take Place On November 8, Such An Astronomical Event Happened Last Year Too.

15 દિવસમાં 2 ગ્રહણ:આજે સૂર્ય ગ્રહણ; હવે 8 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ થશે, આ ગ્રહણને પણ ભારતમાં જોઈ શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે આસો અમાસના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે. જે સાંજના સમયે દેશના ઉત્તર-પશ્ચિમી અને વચ્ચેના ભાગમાં થોડાં કલાકો માટે જોવા મળી શકે છે. તેની અશુભ અસર દેશ ઉપર રહેશે અને સૂતક પણ રહેશે. એટલે આખો દિવસ પૂજા-પાઠ અને ધાર્મિક કામ થઈ શકશે નહીં. સૂર્યગ્રહણના કારણે જ ગોવર્ધન પૂજા એક દિવસ આગળ વધી ગઈ છે. જે 26મીએ ઊજવાશે.

અમાસના દિવસે થતાં સૂર્યગ્રહણના 15 દિવસ પછી એટલે 8 નવેમ્બરના રોજ આસો મહિનાની પૂનમે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ લાગશે જે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળી શકે છે. એટલે આ ગ્રહણ ખગોળિય દૃષ્ટિએ તો ખાસ રહેશે. સાથે જ, ધાર્મિક રીતે પણ તેનું મહત્ત્વ રહેશે. આ પર્વમાં ચંદ્રગ્રહણ લગભગ 40 થી 45 મિનિટ સુધી રહેશે. તેની અસર પણ દેવ દિવાળીએ જોવા મળશે. આવી ખગોળિય ઘટના ગયા વર્ષે મે-જૂનમાં પણ બની હતી, પરંતુ સૂર્ય અને ચંદ્રગ્રહણ દેશમાં જોવા મળ્યાં નહોતાં.

આજે આંશિક સૂર્યગ્રહણ થશે
આજે આંશિક સૂર્યગ્રહણનું ધાર્મિક મહત્ત્વ તો રહેશે. આ ખગોળિય અને જ્યોતિષીય દૃષ્ટિએ પણ ખાસ માનવામાં આવી રહ્યું છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ ગ્રહણની અસર 12 રાશિ સાથે જ દેશ-દુનિયા ઉપર પણ પડશે. આ કારણે પ્રાકૃતિક આપત્તીઓ આવે અને રાજનૈતિક ફેરફાર આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. સાથે જ, આ ગ્રહણથી અનેક લોકો માનસિક દૃષ્ટિએ પરેશાન પણ રહેશે.

ભારતમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ સાંજે લગભગ સાડા 5 વાગ્યા પછી શરૂ થશે
ભારતમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ સાંજે લગભગ સાડા 5 વાગ્યા પછી શરૂ થશે

8 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ
8 નવેમ્બર, મંગળવારે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જે 15 દિવસમાં થતું બીજું ગ્રહણ હશે. તે પણ ભારતમાં જોવા મળશે. સાથે જ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. એટલે આ જગ્યાએ આ ગ્રહણની અસર પણ થશે. ભારતમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ સાંજે લગભગ સાડા 5 વાગ્યા પછી શરૂ થશે. જે સાંજે 6.19 સુધી રહેશે. લગભગ દોઢ કલાકના આ ગ્રહણને ભારતમાં જોઈ શકાશે.

15 દિવસોમાં 2 ગ્રહણની દેશ-દુનિયા ઉપર અસર
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે 15 દિવસોમાં 2 ગ્રહણ થવાથી પ્રાકૃતિક આપત્તિઓ કે વાતાવરણમાં અચાનક ફેરફાર થઈ શકે છે. ભારે હવા, તોફાન, ભૂકંપ કે લેન્ડસ્લાઇડ થવાની શક્યતા બની રહી છે. આ સિવાય દેશમાં તણાવ અને ભયનું વાતાવરણ બની શકે છે. દેશની સીમાઓ ઉપર તણાવ વધી શકે છે. આતંકી ઘટનાઓ વધી શકે છે. પ્રશાસનમાં ભય રહેશે. થોડી જગ્યાએ દુર્ઘટનાઓ વધી શકે છે. ઔદ્યોગિક વિકાસ કાર્યોમાં મંદી રહેશે. વેપારી વર્ગમાં ચિંતાનું વાતાવરણ રહેશે.

અન્ય સમાચારો પણ છે...