તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 જૂનના રોજ સૂર્યગ્રહણ:આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં એટલે સૂતક લાગશે નહીં, અમાસના ધર્મ-કર્મ કરી શકાશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમાસના દિવસે નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે

ગુરુવાર, 10 જૂનના રોજ વૈશાખ મહિનાની અમાસ છે. આ દિવસે સૂર્ય ગ્રહણ પણ થઈ રહ્યું છે, પરંતુ આ ગ્રહણ ભારતમાં જોવા મળી શકશે નહીં. આ કારણે ભારતમાં ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં. અમાસ સાથે જોડાયેલાં પુણ્ય કર્મ કરી શકાશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરી શકાશે. કોઇ નદીમાં સ્નાન કરો અને દાન-પુણ્ય કરો. માન્યતા છે કે આ તિથિએ કરવામાં આવેલ દાન-પુણ્યથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

અમાસના દિવસે છત્રી અને અનાજનું દાન કરો. ગુરુવારે અમાસના યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો.

વૈશાખ અમાસના દિવસે વડના ઝાડની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. આ તિથિએ મહિલાઓ પોતાના પતિના સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે. સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળે છે.

અમાસના દિવસે શિવલિંગનો અભિષેક કરો. દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી ધરાવીને પંચામૃત બનાવો અને શિવલિંગ ઉપર ચઢાવો. તાંબાના લોટાથી જળ ચઢાવીને બીલીપાન અને ધતૂરો ચઢાવો. શિવલિંગ ઉપર ચંદનથી તિલક કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂના જણાવ્યા પ્રમાણે આ ગ્રહણ કેનેડા, ગ્રીનલેન્ડમા વલયાકાર જોવા મળશે. ઉત્તર અમેરિકાના ઉત્તર ભાગ, યૂરોપ અને એશિયાના થોડા દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળી શકે છે. આ ઘટના ભારતીય સમય પ્રમાણએ બપોરે 1.42 વાગે શરૂ થશે અને સાંજે 6.41 વાગે પૂર્ણ થશે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ હશે. સૂર્ય ગ્રહણ સમયે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે એક સીધી રેખામાં આવી જાય છે.