• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Solar Eclipse Of December 14 Will Not Be Seen In India, Agahan Month Amawasya, Surya Grahan On 14 December, Significance Of Surya Grahan

સોમવારે ગ્રહણ:14 ડિસેમ્બરનું સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં; તેનું સૂતક પણ લાગશે નહીં, અમાસના પુણ્ય કર્મ કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારતક મહિનાની અમાસના દિવસે સૂર્યને જળ ચઢાવો અને ગૌશાળામાં ધનનું દાન કરો

સોમવાર, 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય પ્રમાણે સૂર્યાસ્ત પછી સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં જોવા મળશે નહીં. વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, અટલાન્ટિકા, હિંદ અને પ્રશાંત મહાસાગરના થોડા ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે ભારતમાં આ ગ્રહનું સૂતક રહેશે નહીં. આ દિવસે કારતક મહિનાની અમાસ રહેશે અને સૂતક ન હોવાથી અમાસ સાથે જોડાયેલ બધા શુભ કામ કરી શકાશે. આ દિવસે નદીમાં સ્નાન કરવું. કોઇ ગૌશાળામાં ધન અને ઘાસનું દાન કરો.

ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂના જણાવ્યાં પ્રમાણે 14 ડિસેમ્બરના રોજ ધન રાશિ તારા મંડળ સામે જતાં પહેલાં દક્ષિણ અમેરિકામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 5.36 વાગ્યે આપણાં દેશમાં સૂર્યાસ્ત થઇ જશે. તે પછી સાંજે 7.03 વાગ્યે પૂર્ણ સૂર્યગ્રહણ શરૂ થશે, જે 9.43 વાગ્યે મધ્ય રહેશે. રાતે 12.23 વાગ્યે ગ્રહણ પૂર્ણ થઇ જશે. આ ગ્રહણ ભારતમાં નહીં, પરંતુ ચિલી અને આર્જેન્ટિનામાં જોવા મળશે.

આ પહેલાં ભારતમાં 21 જૂનના રોજ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આવતાં વર્ષે 10 જૂન, 25 ઓક્ટોબર, 4 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે. તેમાં માત્ર 25 ઓક્ટોબરનું ગ્રહણ ભારતમાં જોવા મળશે.

સૂર્યગ્રહણ કેમ થાય છે?
સારિકાના જણાવ્યાં પ્રમાણે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે થઇને પરિક્રમા કરતો ચંદ્ર પસાર થાય છે ત્યારે તે સૂર્યના થોડા અથવા સંપૂર્ણ પ્રકાશને પૃથ્વીના કોઇ એક ભાગમાં પડવાથી રોકી લે છે. પૃથ્વીના તે ભાગમાં રહેતાં લોકોને થોડા સમય માટે અથવા સંપૂર્ણ રીતે જોવા મળતો નથી અથવા આંશિક જોવા મળે છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે.