તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્રત:આજે સ્કંદ ષષ્ઠી; જેઠ મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ વિજય પ્રાપ્તિ માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવો, ઘરેણાં, કપડાં અને રમકડા દ્વારા ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે

જેઠ મહિનાના સુદ પક્ષની ષષ્ઠી તિથિએ ભગવાન શિવ-પાર્વતીના પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. તેને સ્કંદ ષષ્ઠી કહેવામાં આવે છે. આ વ્રત 16 જૂન, બુધવારે એટલે આજે કરવામાં આવશે. આ દિવસ આખા વર્ષમાં 12 અને મહિનામાં એકવાર આવે છે. ભગવાન કાર્તિકેયની પૂજા ખાસ કરીને દક્ષિણ ભારતમાં કરવામાં આવે છે. ભગવાન કાર્તિકેયે તારકાસુર નામના રાક્ષસને માર્યો હતો. એટલે તેમની પૂજા દક્ષિણ ભારતમાં ખાસ કરીને કરવામાં આવે છે.

સ્કંદ ષષ્ઠી કેમ કહેવામાં આવે છેઃ-
માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ સ્કંદમાતાને ભગવાન કાર્તિકેયની માતા સ્વરૂપમાં માનવામાં આવે છે. જોકે, નવરાત્રિના 5માં દિવસે સ્કંદમાતાની પૂજાનું વિધાન છે. આ સિવાય આ ષષ્ઠીને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે. ભગવાન કાર્તિકેયને સુબ્રહ્મણ્યમના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેમનું પ્રિય ફૂલ ચંપા છે.

માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ સ્કંદમાતાને ભગવાન કાર્તિકેયની માતા સ્વરૂપમાં માનવામાં આવે છે
માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ સ્કંદમાતાને ભગવાન કાર્તિકેયની માતા સ્વરૂપમાં માનવામાં આવે છે

પૂજા વિધિઃ-

  • મંદિરમાં ભગવાન કાર્તિકેયની વિધિવત પૂજા કરો. તેમને બદામ, કાજળ અને નારિયેળથી બનેલી મીઠાઈ ચઢાવો. આ સિવાય વડના પાન અને વાદળી ફૂલ ચઢાવીને ભગવાન કાર્તિકેયની શ્રદ્ધાપૂર્વક પૂજા કરો.
  • ભગવાન કાર્તિકેયની પૂજા દીવો, ઘરેણાં, કપડાં અને રમકડાથી કરવામાં આવે છે. તે શક્તિ, ઊર્જા અને યુદ્ધના પ્રતીક છે.
  • સંતાનના કષ્ટને ઘટાડવા અને તેમની પાસેથી અનંત સુખ મેળવવા માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે.
  • આ સિવાય કોઇ પ્રકારના વિવાદ અને ક્લેશને દૂર કરવામાં સ્કંદ ષષ્ઠીનું વ્રત વિશેષ ફળદાયી છે.

પૂજા અને વ્રતના નિયમઃ-
સ્કંદ ષષ્ઠીએ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમાં સ્કંદ દેવની સ્થાપના અને પૂજા થાય છે. અખંડ દીવો પણ પ્રગટાવવામાં આવે છે. ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવાય છે. આ દિવસે વિશેષ કાર્યની સિદ્ધ માટે કરવામાં આવેલી પૂજા-અર્ચના ફળદાયી હોય છે. આ દિવસે માંસ, દારૂ, ડુંગળી, લસણનો ત્યાગ કરવો જોઇએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. આખો દિવસ સંયમથી રહેવું જોઇએ.