જાનકી નોમ:અશોક વાટિકામાં દેવરાજ ઇન્દ્રએ સીતાજીને ખીર આપી હતી, જેના સેવનથી તેમને ક્યારેય ભૂખ લાગી નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલ્મીકિ રામાયણમાં સીતાજીના પાછલા જન્મ, ઉંમર અને લગ્ન સાથે જોડાયેલાં રોચક તથ્ય ઉલ્લેખવામાં આવ્યાં છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ સીતા નોમ અથવા જાનકી જયંતી પર્વ ઊજવવામાં આવે છે. જે 10 મે, મંગળવારના રોજ છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામનો જન્મ થયો હતો. તેના 7 વર્ષ પછી વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ માતા સીતા પ્રકટ થયા. ગ્રંથોમાં ભેદ હોવાને કારણે દેશના થોડાં ભાગમાં આ પર્વ ફાગણ મહિનામાં પણ ઊજવવામાં આવે છે. વાલ્મીકિ રામાયણમાં માતા સીતાના પાછલા જન્મ, લગ્ન, ઉંમર અને અશોક વાટિકામાં વિતાવેલાં સમય વિશે થોડી રોચક વાતો ઉલ્લેખવામાં આવી છે.

સીતા જયંતી
સીતા જયંતી વૈશાખ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ ઊજવવામાં આવે છે. ભારતના થોડાં ભાગમાં આ પર્વ ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની આઠમ તિથિએ પણ ઊજવવામાં આવે છે. રામાયણ પ્રમાણે દેવી વૈશાખ મહિનામાં અવતરિત થયા હતા, પરંતુ નિર્ણયસિંધુના કલ્પતરુ ગ્રંથ પ્રમાણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે તેમનો જન્મ થયો હતો. એટલે બંને તિથિએ માતા જાનકીનો પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવે છે.

વનવાસ જતી સમયે શ્રીરામની ઉંમર 25 અને માતા સીતાની ઉંમર18 વર્ષની હતી
વનવાસ જતી સમયે શ્રીરામની ઉંમર 25 અને માતા સીતાની ઉંમર18 વર્ષની હતી

વાલ્મીકિ રામાયણમાં માતા સીતા સાથે જોડાયેલી વાતો

  • વાલ્મીકિ રામાયણ પ્રમાણે, જ્યારે રાજા જનક યજ્ઞ માટે જમીન તૈયાર કરી રહ્યા હતાં. ત્યારે હળથી જમીન ખેડતી સમયે તેમને જમીનમાંથી કન્યા પ્રાપ્ત થઇ હતી. ખેડેલી જમીન અને હળના છેડાને સીત કહેવામાં આવે છે, એટલે તેમનું નામ સીતા રાખવામાં આવ્યું.
  • વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખવામાં આવ્યું કે, વેદવતી નામની સ્ત્રી ભગવાન વિષ્ણુને પતિ સ્વરૂપે મેળવવા માટે તપસ્યા કરી રહી હતી. રાવણે તેને જોઇ અને વાળ પકડીને તેને પોતાની સાથે લઇ જવા લાગ્યો. ત્યારે તે તપસ્વી સ્ત્રીએ શ્રાપ આપ્યો કે, સ્ત્રીના કારણે જ તારું મૃત્યુ થશે અને તે સ્ત્રી અગ્નિમાં સમાઈ ગઇ. તે સ્ત્રીએ જ દેવી સીતા સ્વરૂપે બીજો જન્મ લીધો.
  • વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાં માતા સીતાએ પોતાનો પરિચય આપ્યો. તેમણે જણાવ્યું કે, લગ્ન બાદ 12 વર્ષ સુધી ઇક્ષ્વાકુવંશી મહારાજ દશરથના મહેલમાં શ્રીરામ સાથે રહી. વનવાસ જતી સમયે શ્રીરામની ઉંમર 25 અને તેમની 18 વર્ષની હતી.
  • વાલ્મીકિ રામાયણ પ્રમાણે ભગવાન રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા પહોંચ્યા હતાં. વિશ્વામિત્રે જ રાજા જનક પાસે શ્રીરામને ભગવાન શિવનું ધનુષ બતાવવાનું કહ્યું. ત્યારે ભગવાન શ્રીરામ તે ધનુષને ઉપાડીને જોવા લાગ્યાં અને પ્રત્યંચા ચઢાવતી સમયે તે તૂટી ગયું. રાજા જનકે વિચાર્યું હતું કે, જે પણ આ શિવ ધનુષને ઉપાડી લેશે, તેની સાથે જ માતા સીતાના લગ્ન કરાવશે. રાજા જનકે રાજા દશરથને આમંત્રણ આપ્યું અને વિધિ-વિધાનથી શ્રીરામ-સીતાના લગ્ન કરાવવામાં આવ્યાં.
  • જ્યારે રાવણ સીતાજીનું હરણ કરી પોતાની અશોક વાટિકામાં લાવ્યો. તે રાતે ભગવાન બ્રહ્માના કહેવાથી દેવરાજ ઇન્દ્રે બધા જ રાક્ષસોને મોહિત કરીને સૂવડાવી દીધા. ત્યાર બાદ દેવી સીતાને ખીર આપી. જેના પછી તેમને ક્યારેય ભૂખ કે તરસ લાગી નહીં.