તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા-પાઠ:11 ફેબ્રુઆરી સુધી પોષ મહિનો, આ મહિનામાં સૂર્યપૂજા સાથે જ રાશિ પ્રમાણે દાન કરવું જોઇએ

8 મહિનો પહેલા
  • શ્રીકૃષ્ણએ સાંબને સૂર્ય પૂજાનું મહત્ત્વ જણાવ્યું હતું, પોષ મહિનાની પૂનમના દિવસે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે

હાલ પોષ મહિનો ચાલી રહ્યો છે. હાલ આ મહિનાનો સુદ પક્ષ ચાલી રહ્યો છે. આ દિવસોમાં સૂર્યપૂજા કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. પોષ પૂર્ણિમાએ કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરો અને સ્નાન પછી દાન-પુણ્ય જરૂર કરો. આ વખતે પોષ મહિનાની પૂર્ણિમા 28 જાન્યુઆરીના રોજ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે સૂર્ય પૂજાના આ મહિનામાં રાશિ પ્રમાણે કરવામાં આવતાં દાનથી કુંડળીના અનેક દોષ દૂર થઇ શકે છે.

ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણ અને સાંબના સંવાદ ઉલ્લેખવામાં આવ્યાં છે. સાંબ શ્રીકૃષ્ણનો પુત્ર હતો. શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું કે, તેઓ સ્વયં પણ નિયમિત રૂપથી સૂર્યની પૂજા કરે છે. જે લોકો સૂર્ય પૂજન કરે છે, તેમના બધા કામ પૂર્ણ થાય છે. એટલે બધાએ સૂર્ય પૂજા જરૂર કરવી જોઇએ.

જરૂરિયાતમંદ લોકોને જ દાન આપવું જોઇએઃ-
દાન હંમેશાં જરૂરિયાતમંદ લોકોને જ કરવું જોઇએ. જે લોકો પહેલાંથી સક્ષમ છે, તેમને દાન આપવાથી સંપૂર્ણ ફળ મળી શકતું નથી. દાન કરવાનો મૂળ ભાવ એવો છે કે સમાજમાં બધાનું જીવન સુખી રહે. સારી નીયત સાથે દાન કરવાથી મન શાંત થાય છે. જાણો પોષ મહિનામાં રાશિ પ્રમાણે કઇ વસ્તુનું દાન કરવું જોઇએ....

મેષઃ- આ લોકો કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને મચ્છરદાની, તલનું દાન કરો.

વૃષભઃ- આ રાશિના લોકો ઊનના વસ્ત્ર અને અનાજનું દાન કરો.

મિથુનઃ- મિથુન રાશિના લોકો કાળો ધાબળો, તલના લાડવાનું દાન કરો.

કર્કઃ- આ રાશિના લોકો સાબૂદાણા, મધનું દાન કરશે તો ખૂબ જ સારું રહેશે.

સિંહઃ- જેમની રાશિ સિંહ છે, તેઓ ચણાની દાળ, ઘીનું દાન કરો.

કન્યાઃ- ચાદર અને ગરમ વસ્ત્રનું દાન ગરીબ બાળકોને કરો.

તુલાઃ- તલ-ગોળ, તલનું તેલ અને ચોખાનું દાન કરો.

વૃશ્ચિકઃ- દૂધ, દહીં અને તલથી બનેલી મીઠાઈનું દાન બાળકોને કરો.

ધનઃ- આ રાશિના લોકો કોઇ ગૌશાળામાં ધન અને અનાજનું દાન કરે.

મકરઃ- આ લોકો અડદની દાળ, સરસિયાનું તેલ અને રાઈનું દાન કરે.

કુંભઃ- કુંભ રાશિના લોકો કાળા તલ અને તેલનું દાન કરે.

મીનઃ- આ લોકોએ ઘઊં, ગોળ અને ધાબળાનું દાન કરવું જોઇએ.