ભક્તિ:શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગની પૂજા કરો; પારાથી બનેલું નાનું શિવલિંગ ઘરમાં રાખવું જોઇએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પારદ શિવલિંગને સાક્ષાત શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેની પૂજાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે

શિવજીને પ્રિય શ્રાવણ મહિનો હાલ શરૂ છે. આ મહિનામાં પારદ શિવલિંગની વિશેષ પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે લિંગપુરાણ અને શિવપુરાણમાં પારદ શિવલિંગનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. વાસ્તુમાં પણ પારદ શિવલિંગને ઘરના દોષ દૂર કરનાર માનવામાં આવે છે.

શિવમહાપુરાણ પ્રમાણેઃ-
लिंगकोटिसहस्त्रस्य यत्फलं सम्यगर्चनात्।

तत्फलं कोटिगुणितं रसलिंगार्चनाद् भवेत्।।

ब्रह्महत्या सहस्त्राणि गौहत्याया: शतानि च।

तत्क्षणद्विलयं यान्ति रसलिंगस्य दर्शनात्।।

स्पर्शनात्प्राप्यत मुक्तिरिति सत्यं शिवोदितम्।।

આ શ્લોકમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, કરોડો શિવલિંગના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેનાથી પણ કરોડ ગણું વધારે ફળ પારદ શિવલિંગની પૂજા અને દર્શનથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગના સ્પર્શ માત્રથી બધા પાપમાંથી મુક્તિ મળી શકે છે.

ઘરમાં નાનું પારદ શિવલિંગ રાખવું-
ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. જ્યાં શિવલિંગ રાખવામાં આવ્યું હોય, ત્યાં સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખવું. રોજ સવાર-સાંજ શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને ભોગ ધરાવવો જોઇએ. ઘરમાં ક્લેશનું વાતાવરણ ઊભું થવા દેવું નહીં. શિવ મંત્રોનો જાપ પણ કરવો.

તરલ ધાતુ પારાથી શિવલિંગ કેવી રીતે બને છેઃ-
પારો તરલ ધાતુ છે. તેના દ્વારા શિવલિંગ બનાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. સૌથી પહેલાં પારાને સાફ કરવામાં આવે છે. જેના માટે અષ્ટ-સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર બાદ અનેક ઔષધીઓ મિક્સ કરીને તરલ પારાને બાંધવામાં આવે છે એટલે કે તેને ઠોસ કરવામાં આવે છે. અષ્ટ સંસ્કારમાં લગભગ 6 મહિનાનો સમય લાગે છે. ત્યાર બાદ અન્ય ક્રિયાઓમાં 2-3 મહિનાનો સમય લાગે છે. આટલાં મહિનાની મહેનત બાદ પારામાંથી શિવલિંગ બનીને તૈયાર થાય છે.