તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Significance Of Meditation In Navratri, Meditation Makes The Mind Calm And Anger Controlled, Chanting The Mantras Of The Goddess Should Be Done At Least 108 Times

દેવી દુર્ગાના મંત્ર:નવરાત્રિમાં રોજ સવારે ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને ગુસ્સો નિયંત્રિત થાય છે, દેવીના મંત્રોનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે ઠંડીની ઋતુનો પ્રભાવ વધવા લાગશે, એવામાં સવારે જલ્દી જાગીને ધ્યાન અને પૂજા-પાઠ કરવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે પોઝિટિવિટી વધે છે

વર્ષા ઋતુ અને શીત ઋતુના સંધિકાળમાં આસો મહિનાની નવરાત્રિ આવે છે. આ દિવસોમાં સિઝનલ બીમારીઓથી બચવા માટે રોજિંદા જીવનમાં થોડાં ફેરફાર કરવામાં આવે તો સ્વાસ્થ્યને લાભ મળી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે નવરાત્રિમાં ધ્યાન અને પૂજા-પાઠ કરવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

નવરાત્રિમાં રોજ સવારે જલ્દી જાગ્યા પછી ધ્યાન અને મંત્ર જાપ કરવાથી નકારાત્મક વિચાર દૂર થાય છે. પોઝિટિવિટી વધે છે. સવાર-સવારમાં કરેલાં ધ્યાનથી દિવસભરના કાર્યોમાં ઊર્જા અને ઉત્સાહ જળવાયેલો રહે છે. આળસ હાવી થતી નથી. કામ યોગ્ય રીતે કરી શકાય છે.

મંત્રોનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવોઃ-
આ દિવસોમાં દેવી પૂજા કરતી સમયે દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ કરી શકો છો. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાની મદદથી કરવો જોઇએ. પૂજા કરનાર ભક્તોએ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જાપ માટે કોઇ એવું સ્થાન પસંદ કરવું, જ્યાં શાંતિ અને પવિત્રતા હોય. એકાગ્ર મનથી કરેલાં જાપથી પોઝિટિવ ફળ મળે છે.

નવરાત્રિમાં આ વાતોનું ધ્યાન રાખોઃ-
નવરાત્રિમાં ઘરનું વાતાવરણ પ્રેમમય જાળવી રાખવું જોઇએ. ક્લેશ કરવો નહીં. ખરાબ કાર્યોથી બચવું. સવારે મોડે સૂધી સૂતા રહેવું જોઇએ નહીં. માતા-પિતાનો અનાદર કરવો નહીં. કન્યાઓ અને અન્ય મહિલાઓનું સન્માન કરવું. તમારું કામ પ્રામાણિકતાથી કરવું અને કોઇનું અહિત કરવું નહીં. જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે નહીં તો નવરાત્રિમાં કરવામાં આવતાં પૂજા-પાઠનું પૂર્ણ ફળ મળી શકશે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો