જેઠ મહિનો:31મે થી 29 જૂન સુધી જેઠ મહિનો રહેશે, આ મહિનામાં પશુ-પક્ષીઓ માટે અનાજ-જળની વ્યવસ્થા કરવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 31 મેથી જેઠ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ગરમી પોતાની ચરમ સીમાએ હોય છે. નાના-નાના નદી-તળાવ સૂકાય જાય છે. પશુ-પક્ષીઓના ખાનપાન માટે અનાજ-જળ મળી શકતું નથી. આવી સ્થિતિમાં પશુ-પક્ષીઓ માટે અનાજ-જળની વ્યવસ્થા કરવી જોઈએ. માન્યતા છે કે જેઠ મહિનામાં અનાજ અને જળનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. અક્ષય પુણ્ય એટલે આ પુણ્યની શુભ અસર અખૂટ રહે છે. આ મહિના દરમિયાન નૌતપા પણ રહે થાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જેઠ મહિનામાં પાણી બચાવવાનું અને પાણી દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. આ ગરમીની ઋતુનો છેલ્લો મહિનો હોય છે, તે પછી અષાઢ મહિનાથી વરસાદ શરૂ થઈ જાય છે. વરસાદ પહેલાં નદી-તણાવ સૂકાઇ જવાના કારણે પાણી ઘટવા લાગે છે. આ કારણે જેઠ મહિનામાં પાણી બચાવવા અને જળ દાન કરવાની પરંપરા છે.

જેઠ મહિનામાં ગંગા દશેરા અને નિર્જળા એકાદશી જેવા પર્વ આવે છે
જેઠ મહિનામાં ગંગા દશેરા (9 જૂન) અને નિર્જળા એકાદશી (10 જૂન) જેવા પાણીનું મહત્ત્વ સમજાવતાં વ્રત અને પર્વ આવે છે.
ગંગા દશેરાએ ગંગા નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. બીજા દિવસે નિર્જળા એકાદશી રહે છે. આ વ્રતમાં નિર્જળ રહીને ઉપવાસ કરવામાં આવે છે. આ વ્રત પાણીનું મહત્ત્વ જણાવે છે.

ઋષિ-મુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી હતી.
ઋષિ-મુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી હતી.

આ મહિનાનું નામ જેઠ કેમ પડ્યું?
આ મહિનાની પૂનમ તિથિએ જયેષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે. જેથી આ મહિનાને જેઠ કહેવામાં આવે છે.
પ્રાચીનકાળ ગણના પ્રમાણે આ મહિનામાં દિવસ મોટા હોય છે અને આ મહિનાને અન્ય મહિનાઓથી મોટો પણ માનવામાં આવે છે. જેને સંસ્કૃતમાં જયેષ્ઠ કહેવામાં આવે છે. જેથી તેનું નામ જયેષ્ઠ થયું.

વૈશાખ અને જેઠ મહિનામાં નૌતપા રહે છે
વૈશાખ અને જેઠ મહિનામાં નૌતપા રહે છે. આ વખતે 25 મેથી 2 જૂન સુધી નૌતપા રહે છે.
જ્યારે સૂર્ય ગ્રહ રોહિણી નક્ષત્રમાં આવે છે, ત્યારે નૌતપા શરૂ થઈ જાય છે. નૌતપા 2 જૂન સુધી રહેશે.

જેઠ મહિનામાં સૂર્યને અર્ઘ્ય, જળદાન, જાપ, ધ્યાન અને તીર્થ દર્શનનું મહત્ત્વ છે, આ મહિનામાં આવા શુભ કામ ચોક્કસ કરવા જોઈએ
જેઠ મહિનામાં સૂર્યને અર્ઘ્ય, જળદાન, જાપ, ધ્યાન અને તીર્થ દર્શનનું મહત્ત્વ છે, આ મહિનામાં આવા શુભ કામ ચોક્કસ કરવા જોઈએ

જેઠ મહિનામાં આવા શુભ કામ કરી શકો છો

  • આ મહિને બાળ ગોપાલનો ઠંડા પાણીથી અભિષેક કરવો જોઈએ. માખણ-મિશ્રીનો ભોગ તુલસીના પાન સાથે ધરાવવો. સાથે જ, ભગવાનને ચંદનનો લેપ પણ કરવો જોઈએ।
  • શિવલિંગ ઉપર શીતળ જળ ચઢાવો. ચાંદીના લોટાથી શિવલિંગ ઉપર દૂધ ચઢાવો. બીલીપાન, આંકડો, ધતૂરો, મધ વગેરે વસ્તુઓ ભગવાનને અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
  • જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર, છત્રી અને અનાજ તથા ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. કોઈ પરબમાં માટલાનું દાન કરો. તમે ઇચ્છો તો કોઈ જાહેર સ્થાને પરબ પણ બંધાવી શકો છો.
અન્ય સમાચારો પણ છે...