પિતૃઓને સંતુષ્ટ કરવા માટે ભાદરવા મહિનાના વદ પક્ષને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન એકાદશીએ સૂર્યને અર્ઘ્ય આપવું અને પીપળાની પૂજા કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. આ વાતનો ઉલ્લેખ ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. એટલે ભાદરવા મહિનાની એકાદશીને પણ પિતૃ પર્વ કહેવામાં આવે છે.
વેદો અને ઉપનિષદમાં આ વાતનો ઉલ્લેખ છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં હોય ત્યારે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ. આ સમયે કરવામાં આવતાં શ્રાદ્ધથી પિતૃઓ લાંબા સમય સુધી તૃપ્ત થઈ જાય છે. કન્યા રાશિમાં સૂર્ય હોવાથી આ પક્ષને કન્યાગત કહેવામાં આવે છે. ધીમે-ધીમે તેને જ કનાગત કહેવામાં આવ્યું. ગ્રંથોમાં એવું પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દરમિયાન સૂર્યને અર્ઘ્ય આપવાથી પિતૃઓ ખુશ થાય છે.
સૂર્ય પૂજાઃ ભાદરવા મહિનામાં સૂર્યના કન્યા રાશિમાં રહીને આપવામાં આવતું અર્ઘ્ય પિતૃઓને તૃપ્ત કરે છે. સૂર્ય, ભગવાન વિષ્ણુનો જ અંશ છે. એટલે તેને સૂર્ય નારાયણ કહેવામાં આવે છે. આ જ પ્રત્યેક્ષ દેવતા છે. એટલે ઇન્દિરા એકાદશીએ ઉગતા સૂર્યને જળ ચઢાવ્યા પછી પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
પીપળાની પૂજાઃ ભાદરવા મહિનાની એકાદશીએ પીપળાના ઝાડની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે. આ દિવસે સવારે જલ્દી જાગીને પાણીમાં ગંગાજળ, કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળાને ચઢાવવું જોઈએ. આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. સાથે જ, ભગવાન વિષ્ણુની કૃપા મળે છે.
પિતૃઓ માટે આ રીતે ખાસ પૂજા કરો
એકાદશી તિથિએ શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવે છે. તેના માટે એક લોટામાં જળ ભરવું, જળમાં ફૂલ અને તલ મિક્સ કરો. તે પછી આ જળ પિતૃઓને અર્પણ કરો. જળ અર્પણ કરવા માટે જળ હથેળીમાં લઇને અંગૂઠાની તરફથી ચઢાવો. છાળા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ અર્પણ કરો. પિતૃઓનું ધ્યાન કરો.
પિતૃ પક્ષમાં વાયુ સ્વરૂપમાં પિતૃઓ આવે છે
માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ સ્વર્ગલોક, યમલોક, પિતૃલોક, દેવલોક, ચંદ્રલોક અને અન્ય લોકમાંથી સૂક્ષ્મ વાયુ શરીર ધારણ કરી ધરતી ઉપર આવે છે. તેઓ જુએ છે કે તેમનું શ્રાદ્ધ શ્રદ્ધભાવથી કરવામાં આવી રહ્યું છે કે નહીં. સારા કર્મ કરવાથી પિતૃઓ પોતાના વંશજો ઉપર કૃપા કરે છે. શ્રાદ્ધમાં પિતૃઓના નામથી તર્પણ, પૂજા, બ્રહ્મભોજ અને દાન કરવું પુણ્યકારી હોય છે. એટલે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ કરવામાં આવે છે અને આ દિવસોમાં દાન અને બ્રહ્મ ભોજ પણ કરાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.