ઉત્સવ:એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, આ દિવસોમાં વ્રત કરવાથી ધર્મ અને સ્વાસ્થ્ય લાભ મળે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 એપ્રિલથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થશે. હિંદુ પંચાંગ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. બે નવરાત્રિ ગુપ્ત હોય છે અને બે સામાન્ય હોય છે. ગુપ્ત નવરાત્રિમાં સાધક મહાવિદ્યાઓ માટે ખાસ સાધના કરે છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. બે સામાન્ય નવરાત્રિ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે. આ બે નવરાત્રિમાં સામાન્ય લોકો પણ દેવી માતા માટે વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ કરે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચૈત્ર નવરાત્રિનો સમય ઠંડી જવાનો અને ગરમી શરૂ થવાનો હોય છે. આસો મહિનાની નવરાત્રિ સમયે વરસાદની સિઝન પૂર્ણ થાય છે અને ઠંડી શરૂ થાય છે. વાતાવરણમાં પરિવર્તન સમયે આ નવરાત્રિમાં કરવામાં આવતા વ્રત-ઉપવાસથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

આયુર્વેદમાં રોગને ઠીક કરવાની એક વિદ્યા લંઘન છે, જેમાં નિરાહાર રહેવાની સલાહ આપવામાં આવે છે. નવરાત્રિમાં નિરાહાર રહેવું પડે છે એટલે આ દિવસોમાં વ્રત કરવામાં આવે છે, અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને ફળનું સેવન કરવામાં આવે છે. આ કારણે પાંચન તંત્રને આરામ મળે છે અને પેટને લગતી અનેક સમસ્યાઓ અટકે છે.

નવરાત્રિના દિવસોમાં અનાજનો ત્યાગ કરવામાં આવે છે
નવરાત્રિના દિવસોમાં અનાજનો ત્યાગ કરવામાં આવે છે

નવરાત્રિમાં વ્રત કરવાનું મહત્ત્વ કેમ?
નવરાત્રિમાં નવે-નવ દિવસ સુધી પૂજા-પાઠ કરવાની પરંપરા છે. ઘણાં લોકો નવરાત્રિમાં મંત્રજાપ અને ધ્યાન કરે છે. જો આપણે અનાજનું સેવન કરીએ છીએ તો આળસ વધે છે અને પૂજા-પાઠમાં મન લાગતું નથી. એકાગ્રતા રહેતી નથી. આ કારણે નવરાત્રિના દિવસોમાં અનાજનો ત્યાગ કરવામાં આવે છે અને શરીરને ઊર્જા મળે છે, માટે ફળ અને દૂધનું સેવન સીમિત માત્રામાં કરવામાં આવે છે. આવું કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળતી રહે છે અને ભક્ત સંપૂર્ણ એકાગ્રતા સાથે પૂજા-પાઠ કરી શકે છે.

ચૈત્ર નવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ

  • ચૈત્ર નવરાત્રિમાં 3 એપ્રિલના રોજ મત્સ્ય અવતાર જયંતિ છે. આ ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર હતો. જ્યારે-જ્યારે પ્રલય આવ્યો હતો, ત્યારે વિષ્ણુજીએ મત્સ્ય અવતાર એટલે માછલી સ્વરૂપમાં અવતાર લઈને સંપૂર્ણ સૃષ્ટિને બચાવી હતી. રાજા મનુએ પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે અહંકાર થઈ ગયો હતો. તે સમયે વિષ્ણુજીએ નાની માછલી તરીકે અવતાર લીધો અને રાજા મનુનો ઘમંડ તોડ્યો હતો.
  • એવી માન્યતા છે કે બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમ તિથિએ જ સૃષ્ટિની રચના કરી હતી. આ દિવસે ગુડી પડવો અને ચેટીચાંદ પણ ઊજવવામાં આવે છે.
  • ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવેલ વ્રત-ઉપવાસથી વાતાવરણમાં બીમારીઓ સામે લડવાની રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. ચૈત્રી નવરાત્રિમાં અનાજનો ત્યાગ કરવો જોઈએ અને વધારેમાં વધારે ફળોનો રસ, દૂધનું સેવન કરવું જોઈએ. ઘણાં લોકો ચૈત્રી નવરાત્રિમાં લીમડાનું સેવન પણ કરે છે.
  • ચૈત્ર નવરાત્રિના અંતમાં શ્રીરામ નવમી ઊજવવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામનો અવતાર લીધો હતો.