માન્યતા:આ વર્ષે રક્ષાબંધનના દિવસે આખો દિવસ ભદ્રા રહેશે નહીં, શનિદેવની બહેનને ભદ્રા માનવામાં આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે રક્ષાબંધન છે. આ પર્વમાં સૌથી વધારે વાત ભદ્રાની થાય છે. જો રક્ષાબંધનના દિવસે ભદ્રા રહે તો તે સમયે રાખડી બાંધવી શુભ રહેતી નથી. આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે રવિવારે એટલે આજે સવારે 5.38 વાગે ભદ્રા પૂર્ણ થઈ ગઈ છે. ભદ્રા પછી આખો દિવસ રક્ષાબંધન પર્વ ઊજવવામાં આવી શકશે.

ભદ્રા સાથે જોડાયેલી માન્યતાઃ-
પં. શર્માના જણાવ્યા પ્રમાણે ભદ્રાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. થોડા વિદ્વાનો પ્રમાણે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતા નથી. શુભ કાર્ય જેમ કે, લગ્ન, મૂંડન, નવા ઘરમાં પ્રવેશ, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી વગેરે. ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે.

પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છેઃ-
દરેક મહિનાની પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. તેમની કથામાં સત્ય એટલે સાચું બોલવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જે લોકો ખોટું બોલે છે, તેમણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સત્યનારાયણ ભગવાનને કેળાનો ભોગ ધરાવવો જોઇએ.

શિવલિંગ ઉપર જળ ચઢાવો અને મંત્રનો જાપ કરોઃ-
આ દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવીને અભિષેક કરવો જોઇએ. હાર-ફૂલ અને પૂજન સામગ્રી સાથે જ બીલીપાન, આંકડાના ફૂલ વિશેષ રૂપથી ચઢાવો. શિવજીના મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.