બુધવારે અમાસ:ચંદ્રની સોળમી કળાને અમા કહેવામાં આવે છે, અમાસના દિવસે સૂર્ય-ચંદ્ર એક જ રાશિમાં રહે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 23 નવેમ્બરના રોજ કારતક મહિનાની અમાસ છે અને આ દિવસે કારતક મહિનો પણ પૂર્ણ થઈ જશે. 24 તારીખથી માગશર મહિનો શરૂ થઈ જશે. અમાસના સ્વામી પિતૃ દેવતા માનવામાં આવે છે, એટલે આ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાની પરંપરા છે.

ચંદ્રની સોળમી કળા અમા છે
હિંદુ પંચાંગમાં એક માહના બે ભાગ ઉલ્લેખવામાં આવ્યાં છે. એક સુદ પક્ષ અને બીજો વદ પક્ષ. સુદ પક્ષમાં ચંદ્રની કળાઓ વધે છે એટલે ચંદ્ર મોટો થાય છે. વદ પક્ષમાં ચંદ્ર ઘટે છે અને અમાસના દિવસે અદૃશ્ય થઇ જાય છે. ચંદ્રની સોળ કળાઓ ઉલ્લેખવામાં આવી છે. છેલ્લી અને સોળમી કળાને અમા કહેવામાં આવે છે.

સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-
अमा षोडशभागेन देवि प्रोक्ता महाकला।
संस्थिता परमा माया देहिनां देहधारिणी।।
આ શ્લોકમાં જણાવ્યાં પ્રમાણે અમાને ચંદ્રની મહાકળા કહેવામાં આવે છે, તેમાં ચંદ્રની બધી જ સોળ કળાઓની શક્તિઓ સામેલ હોય છે. આ કળાનો ક્ષય અને ઉદય થતો નથી.

અમાને ચંદ્રની મહાકળા કહેવામાં આવે છે, તેમાં ચંદ્રની બધી જ સોળ કળાઓની શક્તિઓ સામેલ હોય છે
અમાને ચંદ્રની મહાકળા કહેવામાં આવે છે, તેમાં ચંદ્રની બધી જ સોળ કળાઓની શક્તિઓ સામેલ હોય છે

સૂર્ય અને ચંદ્ર અમાસના દિવસે એક જ રાશિમાં રહે છે
અમાસ તિથિએ સૂર્ય અને ચંદ્ર એકસાથે એક જ રાશિમાં રહે છે. 23 નવેમ્બરના રોજ સૂર્ય અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. આ તિથિના સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવામાં આવે છે.

આ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઇએ
અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ અને દાન-પુણ્યનું મહત્ત્વ છે. આ દિવસે બપોરે છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઇએ.

આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ અને દાન-પુણ્યનું મહત્ત્વ છે
આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ અને દાન-પુણ્યનું મહત્ત્વ છે

અમાસના દિવસે આ શુભ કામ કરી શકો છો

  • પિતૃદેવને અમાસ તિથિના સ્વામી માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.
  • અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે મંત્રજાપ, તપ અને વ્રત કરવાની પરંપરા છે.
  • અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
  • કોઈ શિવ મંદિરમાં જવુ અને તાંબાના લોટામાં જળ ભરીને અભિષેક કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
  • જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.