દિવાળી 24 ઓક્ટોબરના રોજ છે અને તેના પહેલાં 21 તારીખે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ માટે પૂજા, વ્રત-ઉપવાસ કરવાનો શુભ યોગ બની રહ્યો છે. આસો મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. રમા મહાલક્ષ્મીનું જ એક નામ છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શુક્રવારે આ તિથિ હોવાથી આ દિવસે લક્ષ્મી-વિષ્ણુ સાથે જ શુક્ર ગ્રહ માટે પણ ખાસ પૂજા-પાઠ કરવા જરૂરી છે. શુક્રની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહને લગતા દોષ છે, તેમણે આ એકાદશીએ શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો. આ વ્રતમાં આખો દિવસ નિરાહાર રહેવું જોઈએ. આખો દિવસ ભગવાનના નામનો જાપ અને મંત્રનો જાપ કરવો જોઈએ. જો ભક્ત ઇચ્છે તો ફળાહાર પણ કરી શકે છે. સવાર-સાંજ અને બીજા દિવસે એટલે બારસ તિથિએ પણ વિષ્ણુ પૂજન કરવું જોઈએ. બારસ તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી સ્વયં ભોજન કરવું જોઈએ.
લક્ષ્મી-વિષ્ણુનો અભિષેક આ રીતે કરી શકો છો
એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો. જળ ચઢાવતી સમયે ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તે પછી ઘરના મંદિરમાં પૂજા કરો. સૌથી પહેલાં ગણેશ પૂજા કરો. તે પછી લક્ષ્મી-વિષ્ણુજીની પ્રતિમાને જળથી સ્નાન કરાવો. તે પછી કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરવું અને ભગવાનને અર્પણ કરવું.
દૂધ પછી સ્વચ્છ જળ અર્પણ કરો. આ દરમિયાન ૐ નમો નારાયણ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. ભગવાનનો ફૂલોથી શ્રૃંગાર કરો. લાલ-પીળા વસ્ત્ર પહેરાવો. ઘરેણાં પહેરાવો. ચંદનથી તિલક લગાવો. ચોખા, કંકુ, હાર-ફૂલ, અત્તર વગેરે ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી ભગવાન પાસે જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગવી જોઈએ.
શુક્ર ગ્રહ સાથે જોડાયેલી ખાસ વાતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.