રાશિ પરિવર્તન:11 ડિસેમ્બરે સવારથી શુક્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરશે, બારેય રાશિ ઉપર શુભાશુભ અસર થશે

એક વર્ષ પહેલા
  • મેષ અને સિંહ રાશિના લોકોના ખર્ચમાં વધારો થઇ શકે છે, વૃષભ અને તુલા માટે સમય શુભ રહેશે

શુક્રવાર, 11 ડિસેમ્બરે સવારે શુક્રનું રાશિ પરિવર્તન થશે. આ ગ્રહ તુલાથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 4 જાન્યુઆરી સુધી આ ગ્રહ આ રાશિમાં રહેશે. શુક્ર ગ્રહની શુભ-અશુભ સ્થિતિની અસર ખાસ કરીને લગ્નજીવન ઉપર થાય છે. આ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે શિવજીની પૂજા કરવી જોઇએ. દૂધનું દાન કરો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બધી જ 12 રાશિઓ માટે શુક્રના રાશિ પરિવર્તનની અસર કેવી થઇ શકે છે....

મેષઃ- આ રાશિ માટે શુક્રની સ્થિતિ અશુભ રહેશે. આ લોકોએ સાવધાન રહીને કામ કરવું, નહીંતર હાનિ થઇ શકે છે. લગ્નજીવનમાં સમજી-વિચારીને નિર્ણય લો.

વૃષભઃ- ભાગ્ય વૃદ્ધિનો સમય છે. શુક્ર તમારા માટે સફળતા લઇને આવી રહ્યો છે. ધનને લગતાં કાર્યોમાં લાભ સાથે માન-સન્માન પણ મળશે. સુખમાં વધારો થશે.

મિથુનઃ- આ લોકો માટે કામ વધારે રહેશે. ઓછા સમયમાં વધારે કામ કરવું પડશે. પરંતુ ધન મળવાના યોગ પણ બનશે.

કર્કઃ- આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. કોઇ નજીકના વ્યક્તિની મદદથી મોટું કામ હાલ પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

સિંહઃ- ખર્ચમાં વધારો થઇ શકે છે. આ રાશિના લોકો માટે સમય થોડો વિપરીત રહી શકે છે. વડીલો પાસેથી સલાહ લઇને આગળ વધો.

કન્યાઃ- પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. તમે તમારા બધા જ કામ યોગ્ય રીતે કરી શકશો. ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખદ વાતાવરણ જળવાયેલું રહેશે.

તુલાઃ- ધનની બચત વધશે. ઘણાં સમયથી અટવાયેલાં કામ હવે પૂર્ણ થવા લાગશે. તમારા માટે સારો સમય શરૂ થઇ શકે છે. લગ્નમાં આવી રહેલાં વિઘ્ન દૂર થઇ શકે છે.

વૃશ્ચિકઃ- તણાવમાં વધારો થવાની સંભાવના છે. વધારે ચિંતા ન કરો. તમારું કામ પ્રામાણિકતાથી કરો, મન શાંત રાખો. માનસિક તણાવના કારણે પરેશાનીઓ વધી શકે છે.

ધનઃ- આ રાશિ માટે રૂપિયાની ખોટ પડે તેવા યોગ બની રહ્યા છે. ખર્ચમાં વધારો થાય. આવકથી વધારે ખર્ચ થવાથી પરેશાનીઓ વધશે. નોકરીમાં અધિકારીઓ સાથે વિવાદ થઇ શકે છે.

મકરઃ- તમારા માટે સમય સારો રહેશે. વિચારેલાં કામ સમયે પૂર્ણ થઇ શકશે. રૂપિયા સાથે જોડાયેલી બાધાઓ દૂર થશે. પારિવારિક સમસ્યાઓમાં જીવનસાથીનો સહયોગ મળશે.

કુંભઃ- આ લોકોને પિતા તરફથી સહયોગમ મળશે. મિત્રોના કારણે તમારું કોઇ મોટું લક્ષ્ય પૂર્ણ થઇ શકે છે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળશે.

મીનઃ- આ રાશિ માટે શુક્રની સ્થિતિ શુભ રહેશે. ઉલ્લેખનીય કામ કરી શકશો. હાલ કરેલાં કાર્યોથી ભવિષ્યમાં કોઇ મોટો લાભ મળી શકશે.