27 નવેમ્બર, રવિવારે માગશર મહિનાના સુદ પક્ષની ચોથ છે. રવિવારે સૂર્ય પૂજા અને ચોથ વ્રતનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસની શરૂઆત સૂર્યને જળ ચઢાવીને કરો અને દિવસમાં ગણેશજી માટે વ્રત કરો. આ વ્રત ઘરની સુખ-સમૃદ્ધિની કામના સાથે કરવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથ તિથિના સ્વામી ગણેશજી છે. આ કારણે ચોથ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવાની પરંપરા છે. ગણેશ પૂજા અને વ્રત કરવાથી ભક્તોની બુદ્ધિ તેજ થાય છે. ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ એટલે સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. જ્યોતિષમાં સૂર્યને રવિવારનો કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યદેવ નવ ગ્રહોના રાજા છે. જે લોકો દરરોજ સૂર્યને અર્ઘ્ય આપે છે, તેમની કુંડળીના અનેક દોષ શાંત થઈ જાય છે.
ચોથ તિથિએ આ રીતે પૂજા કરવી
સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરવી. ગણેશજી સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. ફળ અને મીઠાઈનો ભોગ ધરાવવો. દૂર્વા ચઢાવો. હાર-ફૂલથી શ્રૃંગાર કરો. ધૂપ-દીપ પ્રગટાવો. આરતી કરો.
ગણેશજીના 12 નામ મંત્રનો જાપ કરી શકો છો
ગણેશ પૂજામાં ભગવાનના 12 નામના મંત્રનો જાપ કરશો તો પૂજા જલ્દી સફળ થઈ શકે છે. ૐ ગણાધિપતયૈ નમઃ, ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.
આ રીતે ચોથનું વ્રત
સવારે ગણેશ પૂજા દરમિયાન આખો દિવસ નિરાહાર રહો. જો ભૂખ્યા રહી શકો નહીં તો ફળાહાર કરી શકો છો. દૂધ અને ફળના રસનું સેવન કરી શકો છો. દિવસમાં ગણેશજીની કથા વાંચો અથવા સાંભળો. સાંજે ચંદ્ર ઉદય થયા પચી ચંદ્રદેવને અર્ઘ્ય આપો, પૂજા કરો. ગણેશજીની પૂજા કરો. તે પછી ભોજન કરો. આ ચોથ વ્રતની સામાન્ય વિધિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.