લગ્નની સીઝન:નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નના મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 ડિસેમ્બરથી ખરમાસ, સૂર્ય, ગુરુ અને શુક્રની સ્થિતિના કારણે આવતાં વર્ષે એપ્રિલમાં લગ્નનું પહેલું મુહૂર્ત આવશે

2020ના છેલ્લાં બે મહિના નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના ઘણાં ઓછા મુહૂર્ત છે. 25 નવેમ્બરના રોજ દેવઉઠની એકાદશી છે. આ દિવસે લગ્ન વગેરે શુભ કામ ફરીથી શરૂ થઇ જશે. ત્યાર બાદ 11 ડિસેમ્બર સુધી જ લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે. કેમ કે, 15 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઇ જશે. આ મહિનામાં લગ્ન માટે મુહૂર્ત રહેતાં નથી. ડિસેમ્બર પછી એપ્રિલમાં લગ્નના મુહૂર્ત રહેશે.

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 મુહૂર્તઃ-
25 નવેમ્બરના રોજ દેવ પ્રબોધિની એકાદશીના દિવસે લગ્નનું મુહૂર્ત છે. દેશના અનેક ભાગમાં તેને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. એટલે આ દિવસે લગ્ન અને દરેક પ્રકારના માંગલિક કામ કરવામાં આવે છે. પરંતુ ગ્રંથોમાં તેને વણજોયું મુહૂર્ત માનવામાં આવતું નથી. આ વખતે નવેમ્બરમાં 25 અને 30 તારીખે લગ્નના મુહૂર્ત રહેશે. ત્યાર બાદ ડિસેમ્બરમાં 1, 7, 8, 9 અને 11 તારીખે લગ્નના મુહૂર્ત રહેશે.

આવતાં વર્ષે એપ્રિલમાં પહેલું મુહૂર્ત રહેશેઃ-
આ વર્ષે 15 ડિસેમ્બરના રોજ સૂર્યના ધન રાશિમાં આવી જવાથી ખર માસ શરૂ થઇ જશે. જે આવતાં વર્ષે 14 જાન્યુઆરી સુધી રહેશે. ખર માસમાં લગ્ન માટે મુહૂર્ત રહેતાં નથી. ત્યાર બાદ 19 જાન્યુઆરીએ ગુરુ તારો અસ્ત થઇ જશે અને 16 ફેબ્રુઆરી સુધી અસ્ત જ રહેશે. આ દરમિયાન પણ લગ્ન માટે મુહૂર્ત રહેતાં નથી. ત્યાર બાદ 16 ફેબ્રુઆરીથી 17 એપ્રિલ સુધી શુક્ર તારો અસ્ત રહેશે. જેના કારણે 11 ડિસેમ્બર પછી આવતાં 4 મહિના સુધી લગ્ન માટે શુભ મુહૂર્ત રહેશે નહીં. આ પ્રકારે આવતાં વર્ષે 22 એપ્રિલના રોજ પહેલું લગ્નનું મુહૂર્ત રહેશે.

વર્ષ 2020 અને લગ્નના મુહૂર્તઃ-
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ મોટાભાગના લગ્ન થયાં છે. માર્ચમાં હોળાષ્ટકના કારણે મુહૂર્ત હતાં નહીં. ત્યાર બાદ કોરોનાના કારણે મે મહિના સુધી ઘણા ઓછાં લગ્ન થયાં. પછી અનલોક શરૂ થયા બાદ 31 મેથી 8 જૂન સુધી શુક્ર તારો અસ્ત થવાથી મુહૂર્ત હતાં નહીં. જૂનમાં માત્ર 7 દિવસ મુહૂર્ત હતાં. ત્યાર બાદ 1 જુલાઈના રોજ એકાદશીએ દેવશયન થઇ ગયું અને ચાતુર્માસ આવી ગયો. અધિક માસના કારણે આ 5 મહિનામાં કોઇ શુભ મુહૂર્ત હતાં નહીં. હવે 25 નવેમ્બરના રોજ લગ્ન અને અન્ય માંગલિક કામ શરૂ થઇ જશે.

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?

નવેમ્બર મહિનાનું રાશિફળ/ આ મહિને કુંભ સહિત 9 રાશિઓને નક્ષત્રોનો સાથ મળી શકે છે, ધનલાભના પણ યોગ છે

હિંદુ કેલેન્ડર/ જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવા ચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

સાપ્તાહિક રાશિફળ/ 5 રાશિઓ માટે નવેમ્બરનું પહેલું સપ્તાહ શુભ રહેશે, મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

અન્ય સમાચારો પણ છે...