તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Shriram Is Worshiped In The Form Of Trimurti In The Triprayar Ram Temple In Kerala As It Is An Element Of Lord Brahma, Vishnu And Shiva.

દક્ષિણ ભારતમાં રામ મંદિર:કેરળના ત્રિપ્રાયર રામ મંદિરમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું તત્વ હોવાથી ત્રિમૂર્તિ સ્વરૂપે શ્રીરામની પૂજા થાય છે

2 મહિનો પહેલા
  • કેરળમાં ત્રિપ્રાયર દરિયા કિનારે શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓ મળી હતી

સોમવાર 4, ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ત્રણ દિવસના અનુષ્ઠાન શરૂ થઇ ગયા છે. ત્યારે દક્ષિણ ભારતમાં પણ શ્રીરામ ભગવાનનું એક અનોખું મંદિર છે. આ મંદિરમાં ભગવાન રામની ત્રિમૂર્તિ સ્વરૂપે પૂજા-અર્ચના થાય છે. પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામની આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની સાથે ત્રિપાયરના દરિયા કિનારે આપમેળે આવી ગઇ હતી. જ્યાંથી વક્કેલ કૈમલ નામનો એક વ્યક્તિ તે મૂર્તિઓને ત્રિપ્રાયર, તિરૂમૂજિક્કલમ, કૂડલમાણિક્કમ અને પૈમ્મેલ નામના સ્થાને વિધિ-વિધાનથી પ્રતિષ્ઠિત કરી હતી. સમય જતાં વક્કેલના વંશજ દક્ષિણમાં આગળ વધી ગયા અને ત્રિકપાલેશ્વરના ભક્ત બની ગયાં. કહેવાય છે કે, એક જ દિવસમાં આ ચારેય સ્થાનની પૂજા કરવી ખૂબ જ શુભકારી હોય છે.

મૂર્તિનું અનોખું સ્વરૂપઃ-
અહીં મૂર્તિનું સ્વરૂપ ખૂબ જ અલગ છે જેમાં ચતુર્ભુજધારી વિષ્ણુજીને રામ બનીને દાનવ કાડા ઉપર વિજેતા સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યાં છે. આ મૂર્તિમાં ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના તત્વ છે. એટલે તેની પૂજા ત્રિમૂર્તિ સ્વરૂપે કરવામાં આવે છે. મંદિરની બહાર ફળિયામાં ભગવાન શ્રી અયપ્પાનું મંદિર બનેલું છે. આ મંદિર ખાસ કરીને અરટ્ટૂપુઝા પૂરમ ઉત્સવ માટે પ્રસિદ્ધ છે.

માન્યતાઃ ભગવાન કૃષ્ણએ પૂજા કરી હતીઃ-
એવી માન્યતા છે કે, આ મંદિરમાં જે મૂર્તિઓ સ્થાપિત છે તે મૂર્તિઓની પૂજા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં કરતાં હતાં. મલયાલમ કેલેન્ડર પ્રમાણે વૃશ્ચિક મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે એક વિશેષ પ્રકારની યાત્રા પણ આયોજિત કરવામાં આવે છે. જેમાં વિશાળ સંખ્યામાં હાથી સામેલ થાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો