ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. એટલે આ મહિનામાં શિવપૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવપૂજાથી અલગ-અલગ શુભફળ મળે છે. આ મહિને દર બીજા-ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ-તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે.
શ્રાવણનો દરેક દિવસ પર્વ હોય છે
ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનત્કુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ-વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે. શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ, ઇન્દ્રની હજાર આંખ અને શેષનાગની બે હજાર જીભ બની છે. (ધર્મગ્રંથોના જાણકાર, પુરીના ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે)
द्वादशस्वपि मासेषु श्रावणो मेऽतिवल्लभ:। श्रवणार्हं यन्माहात्म्यं तेनासौ श्रवणो मत: ।। श्रवणर्क्षं पौर्णमास्यां ततोऽपि श्रावण: स्मृत:। यस्य श्रवणमात्रेण सिद्धिद: श्रावणोऽप्यत: ।।
શ્લોકનો અર્થઃ ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. તેનો મહિમા સાંભળવા યોગ્ય છે. એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે. આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે. એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે.
દેવી પાર્વતી, માર્કંડેય ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.