• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Shradh Is Done For Bhishma Pitamah On This Festival On Bhishma Dwadashi Sunday, On This Day One Would Be Satisfied By Fasting And Doing Tarpan.

આજે ભીષ્મ બારસ:આજે ભીષ્મ પિતામહ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, આ દિવસે વ્રત અને તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભીષ્મ બારસ પર્વ મહા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ એટલે આજે મનાવવામાં આવશે. આ દિવસે ભીષ્મ પિતામહ માટે વ્રત, પૂજા અને તર્પણ કરવામાં આવે છે. સાથે જ, ભગવાન કૃષ્ણની પૂજા અને મહાભારતના ભીષ્મ પર્વનો પાઠ કરવામાં આવે છે. તે પછી જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં, ભોજન અને તલનું દાન કરવાનું પણ વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી પિતામહ ભીષ્મના આશીર્વાદથી પિતૃ શાંતિ થાય છે.

ભીષ્મ પિતામહે આઠમ તિથિએ પ્રાણનો ત્યાગ કર્યો અને બારસ તિથિએ તેમનું શ્રાદ્ધ થાય છે મહાભારત યુદ્ધમાં અર્જુને ભીષ્મ પિતામહને બાણની શૈય્યા ઉપર સૂવડાવી દીધા હતાં. કહેવાય છે કે ત્યારે સૂર્ય દક્ષિણાયન હોવાના કારણે ભીષ્મ પિતામહે પ્રાણનો ત્યાગ કર્યો નહીં, પરંતુ 58 દિવસ સુધી શૈય્યા ઉપર રહીને જ સૂર્ય નારાયણના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. તેમાં પણ તેમણે પોતાના મોક્ષ માટે મહા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિને પસંદ કરી હતી. પરંતુ તેમના માટે તર્પણ, શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક કર્મકાંડ બારસ તિથિએ પણ કરવામાં આવે છે.

પિતૃઓની શાંતિ માટે આ દિવસે નદી-તળાવ કે ઘરમાં પણ તર્પણ કરી શકો છો.
પિતૃઓની શાંતિ માટે આ દિવસે નદી-તળાવ કે ઘરમાં પણ તર્પણ કરી શકો છો.

પિતૃઓની તૃપ્તિનો દિવસ
આ દિવસે વ્રત અને પૂજા સાથે જ ભીષ્મ તર્પણ અને પોતાના પિતૃઓની પૂજા કરવી જોઈએ. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે. પિતૃઓની શાંતિ માટે આ દિવસે નદી-તળાવ કે ઘરમાં પણ તર્પણ કરી શકો છો. પિતૃઓને નિમિત્ત આ દિવસે બ્રાહ્મણ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભીષ્મ બારસનું મહત્ત્વ
ધર્મ ગ્રંથો પ્રમાણે, આ વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સુખ અને સમૃદ્ધિ વધે છે. આ દિવસે સ્નાન-દાન કરવાથી સૌભાગ્ય, ધન-સંતાનની પ્રાપ્તિ થાય છે. ભીષ્મ બારસ વ્રત દરેક પ્રકારનું સુખ અને વૈભવ આપનાર માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી પાપ નાશ પામે છે.

ભીષ્મ બારસ વ્રત દરેક પ્રકારનું સુખ અને વૈભવ આપનાર માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી પાપ નાશ પામે છે.
ભીષ્મ બારસ વ્રત દરેક પ્રકારનું સુખ અને વૈભવ આપનાર માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી પાપ નાશ પામે છે.

ભીષ્મ બારસ વ્રત અને પૂજા વિધિ

  • સવારે જલ્દી જાગીને ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો
  • ભગવાનની પૂજામાં કેળાના પાન અને ફળ, પંચામૃત, સોપારી, પાન, તલ, નાડાછડી, કંકુ, દૂર્વાનો ઉપયોગ કરો
  • પૂજામાં ગંગાજળ, પંચામૃત અને તુલસી પાનનો ઉપયોગ કરો. કેળા અને મેવા મિક્સ કરીને નૈવેદ્ય ધરાવો.
  • ભીષ્મ બારસની કથા સાંભળો. દેવી લક્ષ્મી સહિત બધા જ દેવી-દેવતાઓની સ્તૃતિ કરો. પૂજા પૂર્ણ થયા પછી ચરણામૃત અને પ્રસાદ વહેંચો
  • બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો. પછી તમે પણ ભોજન કરો અને પરિવાર સહિત પોતાના કલ્યાણ ધર્મ, અર્થ, મોક્ષની કામના કરો.