તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 જાન્યુઆરીએ સૂર્યના મકર રાશિમાં આવતાં જ ખરમાસ પૂર્ણ થઇ જશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે તે પછી 19 જાન્યુઆરીએ દેવગુરુ બૃહસ્પતિ પણ અસ્ત થઇ જશે. જેનાથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઇ શકશે નહીં. ગુરુ 16 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. દેવગુરુના ઉદય થતાં જ શુક્ર તારો અસ્ત થઇ જશે જે 17 એપ્રિલના રોજ ઉદય થશે. તે પછી જ માંગલિક કાર્યોની શરૂઆત થઇ શકશે. જોકે, આ દરમિયાન 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીએ વણજોયું મુહૂર્ત હોવાથી અનેક જગ્યાએ લગ્ન યોજાઇ શકે છે.
ગુરુ અસ્તઃ-
જ્યોતિષીય ગણતરી પ્રમાણે, ગુરુ ગ્રહ જ્યારે સૂર્યની આગળ કે પાછળ લગભગ 11 ડિગ્રીએ હોય છે ત્યારે અસ્ત માનવામાં આવે છે. જોકે, દેવગુરુ બૃહસ્પતિ ધર્મ અને માંગલિક કાર્યોનો કારક ગ્રહ છે. એટલે ગુરુ તારો અસ્ત થઇ જવાથી માંગલિક કામ થઇ શકશે નહીં. આ વખતે 19 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ગુરુ તારો અસ્ત રહેશે. એટલે લગભગ આ 28 દિવસ સુધી લગ્ન અને અન્ય માંગલિક કામ માટે મુહૂર્ત રહેશે નહીં. દર વર્ષે ગુરુ લગભગ 1 મહિના સુધી અસ્ત રહે છે. ઘણી ઓછીવાર આવું બને છે જ્યારે 1 મહિનાથી વધારે દિવસો માટે આ ગ્રહ અસ્ત થતો હોય.
શુક્ર તારો અસ્તઃ-
વૈદિક જ્યોતિષ પ્રમાણે શુક્ર ગ્રહનું અસ્ત થવું મહત્ત્વપૂર્ણ ઘટના છે. પં. ગણેશના જણાવ્યા પ્રમાણે દર વર્ષે શુક્ર તારો અસ્ત થાય છે, કેમ કે, આ ગ્રહ સૂર્યની ખૂબ જ નજીક આવી જાય છે. એટલે તેને અસ્ત કે લોપ થવું પણ કહેવામાં આવે છે. 16 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ મકર રાશિમાં અસ્ત થઇ રહ્યો છે. તે પછી 17 એપ્રિલના રોજ સવારે ઉદય થશે. શુક્ર અસ્ત થતી સમયે શુભ કામ કરી શકાતાં નથી. બૃહત્સંહિતા ગ્રંથમાં કહેવામાં આવે છે કે શુક્રના અસ્ત થવાથી સિઝનમાં અચાનક ફેરફાર આવવાની સંભાવના રહે છે. આ 61 દિવસોમાં સૂર્યથી શુક્રનું અંતર 10 ડિગ્રીથી પણ ઓછું રહેશે. તેને જ શુક્રનું અસ્ત થવું કહેવામાં આવે છે. અસ્ત થવાથી શુક્રનો પ્રભાવ ઓછો થઇ જાય છે. આ વર્ષે શુક્ર તારો 61 દિવસો માટે અસ્ત થઇ રહ્યો છે. પરંતુ છેલ્લાં વર્ષે માત્ર 8 દિવસ માટે અસ્ત થયો હતો.
વસંત પંચમીઃ-
દેવી સરસ્વતીના પ્રાકટ્યોત્સવને જ વસંત પંચમી પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ પર્વ 16 ફેબ્રુઆરીના રોજ રહેશે. પ્રાચીન કાળમાં આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થઇ હતી. એટલે આ દિવસને જ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા સાથે જ લગ્ન, ખરીદદારી, વાસ્તુ પૂજા વગેરે માંગલિક કામ પણ કરી શકાય છે. આ દિવસે નવા કામની શરૂઆત કરવી પણ શુભ માનવામાં આવે છે. એટલે ગૃહ પ્રવેશ, વાહન ખરીદવા, નવા વેપારની શરૂઆત કરવી અને માંગલિક કામ કરી શકાય છે. આ વખતે ગુરુ અને શુક્ર તારો અસ્ત થવા સિવાય અનેક જગ્યાએ વસંત પંચમીએ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો કરવામાં આવશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.