શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:અંબરનાથ શિવ મંદિર; પૌરાણિક કથા પ્રમાણે પાંડવોએ એક જ પત્થર દ્વારા એક જ રાતમાં આ મંદિર બનાવી દીધું હતું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • મહારાષ્ટ્રના કોંકણમાં અગિયારમી સદીમાં આ શિવ મંદિર બન્યું હતું

મહારાષ્ટ્રનું અંબરનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરને અંબરેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંના નિવાસી આ મંદિરને પાંડવકાલીન માને છે. આ પ્રાચીન હિંદુ શિલ્પકલાની અદભૂત કલાકૃતિ છે. અગિયારમી સદીમાં બનેલા અંબરનાથ મંદિરને યૂનેસ્કોએ સાંસ્કૃતિક વિરાસત ઘોષિત કર્યું છે. મંદિરમાં મળેલાં એક શિલાલેખ પ્રમાણે તેનું નિર્માણ રાજા માંબણિએ કરાવ્યું હતું. આ મંદિરની બહાર બે નંદી બનેલાં છે. મંદિરની મુખ્ય મૂર્તિ ત્રિમૂર્તિની છે. તેમના એક ઘૂટણ ઉપર એક નારી છે, જે શિવ-પાર્વતીના સ્વરૂપને દર્શાવે છે. ઉપરના ભાગે શિવ નૃત્ય મુદ્રામાં જોવા મળે છે. વલધાન નદીના કિનારે બનેલું આ મંદિર આંબલી અને આંબાના વૃક્ષોથી ઘેરાયેલું છે. મંદિરની વાસ્તુકળા અદભૂત છે.

આ મંદિરનું નિર્માણ એક જ પત્થર દ્વારા થયું છે-
આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ પૌરાણિક કથા પ્રમામે તેને પાંડવોએ એક જ પત્થરથી બનાવ્યું હતું. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન થોડાં વર્ષ અંબરનાથમાં વિતાવ્યાં હતાં અને આ મંદિર તેમણે એક જ રાતમાં વિશાળ પત્થરો દ્વારા બનાવ્યું હતું. કૌરવો દ્વારા સતત પીછો કરવામાં આવતો હોવાથી આ સ્થાન તેમણે છોડવું પડ્યું હતું. મંદિરની આસપાસ અનેક પ્રાકૃતિક ચમત્કાર છે. ગર્ભગૃહ પાસે ગરમ પાણીનો કુંડ છે. તેની પાસે એક ગુફા છે. જેનો રસ્તો પંચવટી સુધી જાય છે તેવું ઉલ્લેખવામાં આવે છે.

આ મંદિરની કલાકૃતિ દરેકને આકર્ષિત કરે છે-
અંબરેશ્વર મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલી જેવું પ્રતીત થાય છે. આવી કળા તે સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલ અનેક પ્રાચીન મંદિરોમાં જોવા મળી શકે છે. અંબરેશ્વર મંદિરમાં ત્રણ મંડપ છે, જે મુખ્ય દ્વારથી હોલ સુધી જાય છે. હોલની અંદર વિવિધ દેવી-દેવતાઓની પત્થરોથી બનેલી મૂર્તિઓ છે. મંદિરની ખાસ વાત એ છે કે, અહીં શિવલિંગ ભૂગર્ભમાં બનેલું છે અને અહીં જવા માટે એક સાંકડો રસ્તો છે.

મંદિરની બહારના ભાગમાં મંદિરમાં સ્થાપિત દેવતાઓની સુંદર મૂર્તિઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિવજીના જીવન સાથે સંબંધિત કલાકૃતિ પણ અહીં જોવા મળી શકે છે. આ મૂર્તિઓમાં વિવિધ પૌરાણિક કથાઓ, શિવ-પાર્વતી લગ્ન સમારોહ, નટરાજ, મહાકાળી, ગણેશ નૃત્યમૂર્તિ, નરસિંહ અવતાર વગેરે કલાકૃતિ જોવા મળે છે. શિવરાત્રિના અવસરે અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે.

અન્ય સમાચારો પણ છે...