તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિથિ-તહેવાર:શીતળા ષષ્ઠી વ્રતથી મન શીતળ થાય છે, અમુક જગ્યાએ હોળી પછી સાતમના દિવસે આ પર્વ ઊજવવામાં આવે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસે શીતળા માતાને વાસી ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે અને નિરોગી રહેવાની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે

મહા મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ શીતળા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. આ વખતે શીતળા ષષ્ઠીનું વ્રત 17 ફેબ્રુઆરીએ એટલે આજે કરવામાં આવશે. ત્યાં જ, થોડી જગ્યાએ આ વ્રત હોળીના 6 દિવસ પછી એટલે સાતમ તિથિએ કરવામાં આવે છે. આ દિવસે માતા શીતળાનું વિધિવત પૂજન કરવું જોઇએ. માન્યતા છે કે આ વ્રતને કરવાથી મનને શીતળતા મળે છે.

આ દિવસે સવારે સ્નાન કરીને શીતળા દેવીની પૂજા કરવામાં આવે છે. તે પછી એક દિવસ પહેલાં તૈયાર કરેલાં વાસી ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ઘરમાં ચૂલો શરૂ કરવામાં આવતો નથી. આ વ્રતને રાખવાથી શીતળા દેવી પ્રસન્ન થાય છે. આ સમય શરદ ઋતુના પૂર્ણ થવાનો હોય છે. આ દિવસે વ્રત અને પૂજન કરવાથી માતા શીતળાથી રોગ-વિકારથી મુક્તિની કામના કરવામાં આવે છે.

વ્રત વિધિઃ-
શીતળા ષષ્ઠી વ્રતના દિવસે સવારે જલ્દી જાગીને અને સ્નાન પછી વ્રતનો સંકલ્પ લો. તે પછી લાકડાના પાટિયા કે ચોકી ઉપર સફેદ વસ્ત્ર પાથરો અને તેના ઉપર શીતળા માતાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. પૂજા કરવા માટે પોતાના માટે આસન પણ પાથરો અને શીતળા માતાનું પૂજન કરો. શીતળા માતાનું પૂજન કરતી સમયે વિશેષ સાવધાની જાળવવાની જરૂરિયાત હોય છે. તમે ઇચ્છો તો કોઇ પુરોહિતની મદદ લઇને પણ પૂજન કરી શકો છો.

ધ્યાન રાખવા જેવી વાતોઃ-
આ દિવસે ધ્યાન રાખો કે ગરમ ખાદ્ય પદાર્થનું સેવન ભૂલથી પણ ન કરો. શીતળા છઠ્ઠના દિવસે ઘરમા ચૂલો શરૂ કરવામાં આવતો નથી. રાતે જ બધું તૈયાર કરીને રાખવું જોઇએ. આ દિવસે ગરમ પાણીથી સ્નાન કરવાની પણ મનાઇ છે. એટલે શીતળા છઠ્ઠના દિવસે ઠંડું પાણી એટલે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ.

વ્રતનું મહત્ત્વઃ-
સંતાન પ્રાપ્તિની ઇચ્છા રાખનાર સ્ત્રીઓ માટે આ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે શીતળા છઠ્ઠ વ્રતને કરવાથી દૈહિક અને દૈવિક તાપથી મુક્તિ મળે છે. આ વ્રત અંગે માન્યતા છે કે આ વ્રત સંતાન પ્રદાન કરનાર અને સૌભાગ્ય પ્રદાન કરનાર છે. શીતળા છઠ્ઠનું વ્રત કરવાથી ચેચક રોગ(અબછડા)થી પણ બચી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો