તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોષ મહિનાના વદ પક્ષની એકાદશી અને બારસ તિથિએ ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાની પરંપરા છે. આ બે દિવસોમાં સવારે જલ્દી જાગીને તીર્થ-સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. તે પછી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. તલથી બનેલી મીઠાઇઓનો નેવેદ્ય ધરાવવામાં આવે છે અને વ્રત દરમિયાન તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ દિવસે તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. 7 ફેબ્રુઆરી, રવિવારે એટલે આજે ષટતિલા એકાદશી છે અને તે પછી બીજા દિવસે 8 ફેબ્રુઆરી, સોમવારે તલ બારસ વ્રત કરવામાં આવશે.
ષટતિલા એકાદશી અને તલ બારસઃ-
ષટતિલા એકાદશીઃ આ દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. મહાભારત અને પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ તલના તેલનું ઉબટન, તલ મિક્સ કરેલાં પાણીથી સ્નાન, તલનું ભોજન, તલથી હવન અને તર્પણ કરવાની સાથે જ તલનું દાન કરવાનું હોય છે.
મહત્ત્વઃ- આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ અને પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. તલથી એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી સોનાના દાનનું ફળ મળે છે. સાથે જ, તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. વિદ્વાનો પ્રમાણે તલનું દાન કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય મળે છે.
તલ બારસઃ- ષટતિલા એકાદશીના બીજા દિવસે તલ બારસનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવામાં આવે છે. જો તે શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. તે પછી તલના જળથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવામાં આવે છે અને અન્ય પૂજા સામગ્રી સાથે તલ પણ ચઢાવવામાં આવે છે. પૂજા પછી તલનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવામાં આવે છે.
મહત્ત્વઃ- તલ બારસ વ્રત કરવાથી દરેક પ્રકારનું સુખ અને વૈભવ મળે છે. આ વ્રત કળિયુગના બધા પાપનો નાશ કરનાર વ્રત માનવામાં આવે છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતમાં બ્રાહ્મણોને તલનું દાન, પિતૃ તર્પણ, હવન, યજ્ઞ કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.