રવિવાર અને શરદ પૂનમનો યોગ:સૂર્ય પૂજા સાથે દિવસની શરૂઆત કરો, સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને રાતે ચંદ્રને અર્ઘ્ય આપવું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે આસો મહિનાની છેલ્લી તિથિ છે. જેને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમનું આયુર્વેદમાં પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર પકવવાની અને સેવન કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂનમના દિવસે કરવામાં આવતા પૂજા-પાઠથી ભગવાનની કૃપા જલ્દી મળી શકે છે. આ પૂનમ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા વાંચવાનું કે સાંભળવાનું ખાસ મહત્ત્વ છે. ભગવાન કથા સાંભળો અને હંમેશાં સાચું બોલવાનો સંકલ્પ લો.

સૂર્ય પૂજા સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ
શરદ પૂનમ અને રવિવારનો યોગ હોવાથી આ પર્વનું મહત્ત્વ વધી ગયું છે. આ દિવસે સૂર્યને અર્ઘ્ય આપીને દિવસની શરૂઆત કરવી જોઈએ. તેના માટે તાંબાના લોટામાં જળ ભરવું, ચોખા અને ફૂલ રાખવાં. તે પછી સૂર્યને જળ ચઢાવવું. આ દરમિયાન ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. કુંડળીમાં સૂર્ય ગ્રહને લગતા દોષ હોય તો ગોળ અને તાંબાના વાસણનું દાન કરો.

પૂજા-પાઠમાં તુલસીના પાનની જરૂરિયાત હોય તો તુલસી પાસે નીચે પડેલાં પાન લઈ શકાય છે
પૂજા-પાઠમાં તુલસીના પાનની જરૂરિયાત હોય તો તુલસી પાસે નીચે પડેલાં પાન લઈ શકાય છે

સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો
પૂનમ તિથિએ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા પછી પરિક્રમા કરો, પરંતુ ધ્યાન રાખો તુલસીનો સ્પર્શ કરવો નહીં. તુલસીને ચૂંદડી ચઢાવવી. ધ્યાન રાખો રવિવારે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. જો પૂજા-પાઠમાં તુલસીના પાનની જરૂરિયાત હોય તો તુલસી પાસે નીચે પડેલાં પાન લઈ શકાય છે અથવા જૂના પાનને ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકો છો.

ચાંદીના લોટામાં દૂધ ભરવું અને ચંદ્રને અર્ઘ્ય આપવું
શરદ પૂનમના દિવસે ચંદ્ર દેવને ચાંદીના લોટામાં દૂધ ભરીને અર્ઘ્ય આપવું જોઈએ. સાથે જ જળથી પણ અર્ઘ્ય આપવું જોઈએ. ચંદ્રના મંત્ર ૐ સોં સોમાય નમઃ મંત્રનો જાપ કરો. રાતે ચંદ્રના પ્રકાશમાં થોડીવાર માટે બેસવું. ખીર પકવવી અને ખીરનું સેવન કરો. આવું કરવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...