• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Sharad Purnima On 19th And 20th October Due To Panchang Difference, Shri Krishna And Rasleela Mythology, Sharad Purnima Facts

પર્વ:પંચાંગ ભેદના કારણે શરદ પૂનમ 19 અને 20 ઓક્ટોબરે, આ તિથિએ શ્રીકૃષ્ણ રાસલીલા રમતા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 19 ઓક્ટોબર અને બુધવાર, 20 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ છે. પંચાંગ ભેદના કારણે અલગ-અલગ ક્ષેત્રોમાં વિવિધ દિવસે શરદ પૂનમ ઊજવવામાં આવશે. પૂર્ણિમાએ ગણેશજી, વિષ્ણુજી, મહાલક્ષ્મી સાથે જ હનુમાનજીની પણ વિશેષ પૂજા કરવી. માન્યતા છે કે શરદ પૂનમના દિવસે લક્ષ્મીજી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. દેવી પૂછે છે કે 'કો જાગૃતિ' એટલે કોણ જાગી રહ્યું છે? આ કારણે આ પૂનમને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આસો મહિનાની પૂનમની રાતે ચંદ્રના કિરણો ઔષધીય ગુણોથી ભરપૂર રહે છે, જે અનેક બીમારીઓની રોકથામ કરી શકે છે. આ કારણે શરદ પૂનમની રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર બનાવવાની પરંપરા છે. ખીરમાં ચંદ્રના કિરણો પડે છે, જેથી ચંદ્રના ઔષધીય ગુણ ખીરમાં આવી જાય છે. તેના સેવનથી સ્વાસ્થ્ય લાભ મળે છે. મન શાંત થાય છે અને પોઝિટિવિટી વધે છે.

શ્રીકૃષ્ણ મહારાસ રચે છે-
શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક માન્યતા પ્રચલિત છે કે શ્રીકૃષ્ણએ ગોપીઓ સંગ વૃંદાવનના નિધિવનમાં આ તિથિએ રાસલીલા રચી હતી. આ કારણે વૃંદાવનમાં આજે પણ શરદ પૂનમે ખાસ આયોજન કરવામાં આવે છે. તેને રાસલીલાની રાત કહેવામાં આવે છે.

શરદ પૂનમના દિવસે લક્ષ્મીજી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. દેવી પૂછે છે કે 'કો જાગૃતિ' એટલે કોણ જાગી રહ્યું છે? આ કારણે આ પૂનમને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે
શરદ પૂનમના દિવસે લક્ષ્મીજી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. દેવી પૂછે છે કે 'કો જાગૃતિ' એટલે કોણ જાગી રહ્યું છે? આ કારણે આ પૂનમને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે

શરદ પૂનમે ખીરનું સેવન કરવાનું મહત્ત્વ કેમ છે?
વાતાવરણમાં પરિવર્તન સમયે શરદ પૂનમ આવે છે. હાલ ચોમાસું પૂરું થવા પર છે અને શિયાળો શરૂ થવાનો સમય છે. આ તિથિથી ઠંડી વધવા લાગે છે. શરદ પૂનમની રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે શિયાળામાં ગરમ તાસીર ધરાવતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કેમ કે આ જ ઠંડી વસ્તુઓથી ઠંડી સામે લડવાની શક્તિ મળે છે. ખીરમા દૂધ, ચોખા, સૂકા માવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધવા લાગે છે.