તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Shani Vakri Rashifal Saturn Horoscopes 23rd May To 11 October 2021 | May October Ka Rashifal For EVERY Zodiac Sign (Aries Mesh, Taurus Vrishab, Gemini Mithun, Cancer Karka) To Leo Libra Sagittarius Virgo

ગ્રહ ગોચર:આ મહિનાની 23 તારીખે શનિની ચાલમાં ફેરફાર થશે, ધન, મકર અને કુંભ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે

4 મહિનો પહેલા
  • 4 મહિના અને 17 દિવસ સુધી શનિ વક્રી રહેશે, જેના કારણે બીમારીઓમાં ઘટાડો આવી શકે છે

23 મેના રોજ શનિની ચાલમાં ફેરફાર થશે. શનિદેવ ચંદ્રના નક્ષત્ર શ્રવણમાં અને પોતાની જ રાશિ મકરમાં વક્રી થઈ રહ્યો છે. તે પછી 11 ઓક્ટોબરના રોજ આ નક્ષત્રમાં ગોચર કરીને માર્ગી પણ થશે. એટલે સીધી ચાલ ચાલવા લાગશે. આ પ્રકારે શનિ 4 મહિના 17 દિવસ સુધી વક્રી રહેશે.

મહામારીની અસરમાં ઘટાડો આવવાના યોગ બની રહ્યા છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે શનિના વક્રી થવાથી દેશમાં ફેલાયેલ ભયનું વાતાવરણ ઘટી જશે. લોકોમાં અનુકૂળતા અને આરોગ્યતા પણ વધશે. શનિના પ્રભાવથી મહામારીની અસરમાં ઘટાડો આવે તેવી શક્યતા છે. લોકોમાં વાઈરસથી બચી શકશે અને રોજિંદા જીવનની ગતિવિધિઓમાં વધારો થશે. પરંતુ ભોજનની વસ્તુઓની કિંમત વધી શકે છે. ગરમી અને લૂથી લોકોની પરેશાનીમા વધારો થઈ શકે છે. દેશના પશ્ચિમ અને પૂર્વ ભાગમાં ગરમીની અસર વધારે રહેશે. થોડી જગ્યાઓમાં ભારે પવન સાથે વરસાદ પણ થઈ શકે છે. ભારતના પાડોસી દેશોમાં તોફાન થવાના યોગ છે. સરકારે આલોચનાનો સામનો કરવો પડી શકે છે.

મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા હોવાથી આ રાશિના લોકોએ પણ સાવધાન રહેવું પડશે
મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા હોવાથી આ રાશિના લોકોએ પણ સાવધાન રહેવું પડશે

સાડાસાતી અને ઢૈય્યાના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છેઃ-
શનિની વક્રી ચાલથી સાડાસાતી ધરાવતી રાશિઓ એટલે ધન, મકર અને કુંભ રાશિના લોકો પરેશાન રહી શકે છે. સાથે જ, મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા હોવાથી આ રાશિના લોકોએ પણ સાવધાન રહેવું પડશે. શારીરિક અને માનસિક કષ્ટ પણ થઇ શકે છે. શનિની અશુભ અસરથી બચવા માટે ખરાબ અને ગેરકાયદેસર કાર્યોથી દૂર રહેવું પડશે. સાથે જ હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરી શકો છોઃ-
પંડિત મિશ્રના જણાવ્યા પ્રમાણે શનિના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ શનિ સ્ત્રોતનો પાઠ, શનિના વૈદિક મંત્ર કે ઓમ નમો ભગવતે શનૈશ્ચરાયનો જાપ કરવો જોઈએ। પીપળા, લીમડા, આંબા, વડ અને સમડાનું વૃક્ષ વાવવું જોઈએ. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપર શનિની કોઈ અશુભ અસર થતી નથી.