શનિવાર, 16 એપ્રિલે હનુમાનજીનો જન્મોત્સવ ઊજવવામાં આવશે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ કારણે દર મંગળવારે હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવે છે. તેના સિવાય શનિવાર પણ હનુમાનજીનો પ્રિય દિવસ છે. આ વર્ષે હનુમાન જયંતીએ શનિ મકર રાશિમાં રહેશે. આવો યોગ 31 વર્ષ પછી બની રહ્યો છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શનિવાર, મકર રાશિમાં શનિ અને હનુમાન જયંતીનો ખાસ યોગ બની રહ્યો છે. આવો યોગ 2022 પહેલાં 1991માં બન્યો હતો. તે વર્ષે 30 એપ્રિલના રોજ હનુમાન જયંતી હતી અને શનિવાર હતો. તે દિવસે શનિ પણ મકર રાશિમાં હતો. મંગળવારનો કારક મંગળ છે.
જ્યોતિષમાં મંગળ અને શનિ બંને જ ક્રૂર ગ્રહ છે. હનુમાનજીની પૂજા કરવાથી આ બંને ગ્રહોના દોષ શાંત કરી શકાય છે. હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ઊજવવામાં આવે છે. ત્રેતા યુગમાં આ તિથિએ સવારે હનુમાનજીનો જન્મ થયો હતો. તે દિવસે મંગળવાર હતો. તેમના પિતા કેસરી અને માતા અંજની હતાં.
હનુમાન જયંતીના દિવસે ગ્રહ સ્થિતિ
જે સમયે હનુમાનજીનો જન્મ થયો, તે સમયે ઉચ્ચના મંગળની ઉચ્ચના સૂર્ય ઉપર દૃષ્ટિ બનેલી હતી. આ વર્ષ હનુમાન જયંતીએ ઉચ્ચનો સૂર્ય તો હશે, પરંતુ ઉચ્ચનો મંગળ રહેશે નહીં. શનિ મકર રાશિમાં અને ગુરુ મીનમાં રહેશે. સૂર્ય, બુધ, રાહુની યુતિ મેષ રાશિમાં રહેશે. કેતુ તુલામાં રહેશે.
મંગળના ઉચ્ચ રાશિ મકરમાં રહીને હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજી અંગે મંગળવારનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે તેનો અને તેમના આરાધ્ય શ્રીરામનો જન્મ પણ મંગળવારે થયો હતો. શ્રીરામના જન્મ સમયે પણ મંગળ ઉચ્ચની રાશિ મકરમાં સ્થિત હતો. એટલે જ મંગળવારે હનુમાનજીની પૂજા થાય છે.
હનુમાનજીની પૂજા આ રીતે કરો
હનુમાનજીના જન્મોત્સવ દિવસે બની શકે તો હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. સુંદરકાંડનો પાઠ કરો. અડદના લોટથી દીવો પ્રગટાવીને સૂત્તરના દોરાથી દીવેટ બનાવો, કોઈપણ તેલનો દીવો પ્રગટાવવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.