તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્વ:10 જૂનના રોજ શનિ જયંતિઃ વૈશાખ મહિનાની અમાસના દિવસે પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિ સૂર્યદેવના પુત્ર છે, શનિ જયંતીએ તેલનું દાન કરો અને શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો

ગુરુવાર, 10 જૂન 2021ના રોજ કૃતિકા નક્ષત્રમાં શનિ જયંતિ ઊજવવામાં આવશે. શનિ, સૂર્ય અને છાયાનો પુત્ર છે. તેમના ભાઈ યમરાજ અને બહેન યમુના છે. શનિનો રંગ કાળો છે અને તેઓ વાદળી રંગના વસ્ત્ર ધારણ કરે છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઊજવવામાં આવે છે. આ તિથિએ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વડના વૃક્ષની પૂજા કરે છે. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિના જન્મ સંબંધમાં એક કથા પ્રચલિત છે. કથા પ્રમાણે સૂર્યદેવના લગ્ન દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયાં હતાં. ત્યાર બાદ યમરાજ અને યમુનાનો જન્મ થયો. સંજ્ઞા સૂર્યના તેજનો સામનો કરી શકતી નહોતી. જેના કારણે સંજ્ઞા પોતાની છાયા સૂર્યદેવ પાસે છોડીને તપસ્યા કરવા જતી રહી. થોડાં સમય બાદ છાયાએ સૂર્ય પુત્ર શનિને જન્મ આપ્યો. તે દિવસે વૈશાખ મહિનાની અમાસ તિથિ હતી. છાયા પુત્ર હોવાના કારણે શનિદેવનો રંગ કાળો છે.

શનિ જયંતિએ શનિની સાડાસાતી-ઢૈય્યાના અશુભ પ્રભાવથી બચવા માટે તેલનું દાન કરવું જોઇએ. કોઇ મંદિરમાં તેલ ચઢાવો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિના મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃનો જાપ કરો.

વટ અમાસ મહિલાઓ માટે ખાસ તિથિ છેઃ-
આ દિવસે વૈશાખ મહિનાની અમાસ છે. આ તિથિએ પરણિતાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે વડના વૃક્ષની પૂજા કરે છે. આ દિવસે મહિલાઓ સંપૂર્ણ શ્રૃંગાર કરે છે. નિર્જલા વ્રત રાખે છે અને પતિના સૌભાગ્ય માટે વ્રત-ઉપવાસ કરે છે. વડના વૃક્ષની નીચે બેસીને સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળે છે.