તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Shani Jayanti 2021 Date; Shani Jayanti Muhurat Timing, Shani Jayanti Puja Vidhi Mantra, Shani Jayanti Story Importance And Significance

આજે શનિ જયંતિ:તલ અથવા સરસિયાનું તેલ ચઢાવવાથી ખુશ થાય છે શનિ દેવ, શમી અને પીપળ પૂજાની પરંપરા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે કાળા કાપડ અને કાળા તલનું દાન કરવાથી કષ્ટ દૂર થાય છે
  • હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે
  • કાળું કાપડ, જાંબું, કાળા અડદ, કાળા જૂતાં, તલ, લોખંડ, તેલ વગેરે વસ્તુનું આજે દાન કરવું જોઈએ

આજે વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતીનો અવસર છે. આજના દિવસને શનિ અમાવસ્યા પણ કહેવાય છે. પુરાણ મુજબ, આ દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. શનિ દેવ ભગવાન સૂર્ય અને છાયા (સંવર્ણા)ના પુત્ર છે. શનિ શરૂઆતથી જ વિપરિત સ્વભાવના હતા. તે ક્રૂર ગ્રહ ગણાય છે તેમની નજરમાં જે ક્રૂરતા છે તે તેમની પત્ની દ્વારા અપાયેલા શ્રાપને કારણે છે. બ્રહ્મ પુરાણમાં આ વિશે કથા છે.

સૂર્ય દેવ અને છાયાના પુત્ર શનિ દેવ
શનિ દેવના જન્મ સંદર્ભે એક પૌરાણિક કથા માન્ય છે. તે પ્રમાણે, શનિ દેવ સૂર્ય દેવ અને તેમની પત્ની છાયાના પુત્ર છે. સૂર્ય દેવના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞાથી થયા. કેટલાક સમય પછી તેમના 3 સંતાનોના રૂપમાં મનુ, યમ અને યમુનાની પ્રાપ્તિ થઈ. આ પ્રકારે કેટલાક સમય સુધી તો સંજ્ઞાએ સૂર્ય સાથે સંબંધ નિભાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંજ્ઞા સૂર્યના તેજને વધારે સમય સુધી સહન ન કરી શક્યા. આ જ કારણે સંજ્ઞા પોતાની છાયાને પતિ સૂર્યની સેવામાં છોડી ત્યાંથી ચાલ્યા ગયા. કેટલાક દિવસ પછી છાયાના ગર્ભથી શનિ દેવનો જન્મ થયો.

શનિ જયંતિ પર આ રીતે પૂજા કરો
શનિ જયંતિ પર શનિ દેવ નિમિત્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. શનિ જયંતિના દિવસે કરવામાં આવેલા દાન અને પૂજા પાઠથી કષ્ટ દૂર થાય છે. આ દિવસે સવારે વહેલા જાગીને સ્નાન કરી નવગ્રહને નમસ્કાર કરો. શનિ દેવની લોખંડની મૂર્તિ સ્થાપિત કરો અને સરસિયા અથવા તલના તેલથી તેમનો અભિષેક કરો. ત્યારબાદ શનિ મંત્ર બોલી શનિ દેવની પૂજા કરો. શનિ દેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

શનિની કૃપા અને શાંતિ પ્રાપ્તિ હેતુ તેલ, અડદ, કાળા મરી, શીંગતેલ, લવિંગ, તમાલપત્ર અથવા સિંધા લૂણ મીઠુનો ઉપયોગ કરી શકાય છે. ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: મંત્રનો બોલી શનિ દેવ સંબંધિત વસ્તુઓનું દાન કરો. શનિ દેવ માટે દાનમાં આપનારી વસ્તુઓમાં કાળું કાપડ, જાંબું, કાળા અડદ, કાળા જૂતાં, તલ, લોખંડ, તેલ વગેરે વસ્તુને સામેલ કરી શકાય છે. આ પ્રકારે પૂજા કરી દિવસભર કઈ ભોજન ન લઈ મંત્રનો જાપ કરતા રહેવું.

શનિ જયંતિનું મહત્ત્વ
પુરાણો મુજબ, શનિ દેવ જન્મથી જ કાળા રંગ, લાંબું શરીર, મોટી આંખો અને મોટા કેશ ધરાવતા હતા. શનિ જયંતિ પર ખાસ શનિ મંદિરોમાં પૂજા હોય છે અને શનિ દેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે. તેનાથી કુંડળીમાં શનિની અશુભ સ્થિતિની અસર ઓછી થઈ જાય છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાથી અથવા દાન કરવાથી શનિના દોષ દૂર થાય છે. આ દિવસે શનિ દેવની પૂજા કરવાથી પાપની તરફ જતાં બચી શકાય છે. તેનાથી શનિની દશા આવવા પર કષ્ટ ભોગવવો પડતો નથી. શનિ દેવની પૂજા કરવાથી જાણતાં-અજાણતાં કરેલા પાપ કર્મોના દોષમાંથી મુક્તિ મળે છે.