શનિ વક્રી થઈ ગયો:શનિની અશુભ અસરથી બચવા માટે તેલનું દાન કરો અને ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવ ગ્રહોના ન્યાયાધીશ શનિ કુંભ રાશિમાં આજે (5 જૂન) વક્રી થઈ ગયાં છે. જે 12 જુલાઈના રોજ વક્રી થઈને મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી થોડી રાશિઓ માટે સમય થોડો મુશ્કેલ રહી શકે છે. શનિના કારણે દૈનિક કાર્યોમાં વિઘ્ન આવી શકે છે અને કામમાં મોડું થઈ શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કર્ક, સિંહ, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ વધારે સાવધાની રાખવી પડશે, નહીંતર હાનિ થવાના યોગ બની શકે છે. ખાનપાનનું ખાસ ધ્યાન રાખો. આ સમયે સ્વાસ્થ્યને લગતી નાની બેદરકારી મોટી મુશ્કેલી આપી શકે છે. વડીલ લોકો પાસેથી સલાહ લઇને કામ કરશો તો સમસ્યાઓ ઘટી શકે છે.

વક્રી શનિ આ રાશિના લોકો માટે શુભ રહી શકે છે
મેષ, વૃષભ, મિથુન, કન્યા, તુલા અને ધન રાશિના લોકોને લાભ મળવાના યોગ બની શકે છે. આ લોકોને ઓછી મહેનતે મોટી સફળતા મળી શકે છે. સમજી-વિચારીને કામ કરશો તો ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે. આ લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધાર્મિક યાત્રા થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે.

શનિના કારણે કર્ક, સિંહ, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ વધારે સાવધાની રાખવી પડશે
શનિના કારણે કર્ક, સિંહ, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોએ વધારે સાવધાની રાખવી પડશે

શનિ ગ્રહ માટે શુભ કામ કરી શકો છો

  • શનિની ગતિમાં ફેરફાર થવાથી જે લોકોની પરેશાની વધવાની શક્યતા છે, તે લોકોને દર શનિવારે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવું જોઈએ. ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. જરૂરિયાતમંદ લોકોને તેલ, કાળા તલ, કાળા અડદ, બૂટ-ચપ્પલનું દાન કરો.
  • જે લોકો દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેમણે શનિની અશુભ અસરનો સામનો કરવો પડી શકે નહીં.
  • શનિની અશુભ અસરથી બચવા માટે ઘરમાં ક્લેશ ન કરો. ગુસ્સાથી બચવું. માતા-પિતાનું સન્માન કરો. કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન ન કરો. પોતાના કામમાં પ્રામાણિકતા જાળવી રાખો.