તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Shani Amavasya 2021 Planting Trees On Today Jyeshtha Amavasya Will Fulfill Ancestors Souls Satisfaction Plantation According Rashi

10 જૂનના રોજ શનિ જયંતિ:વૈશાખ અમાસના દિવસે રોહિણી નક્ષત્રનો યોગ, આ સંયોગમાં ઝાડ-છોડ વાવવા શુભ રહેશે

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમાસના દિવસે ઝાડ-છોડ વાવવા અને પીપળામાં જળ ચઢાવવાથી પિતૃઓ ખુશ થાય છે
 • વૈશાખ મહિનામાં વૃક્ષારોપણ કરવું અને તેમનું ધ્યાન રાખવાથી પુણ્ય મળે છે, રાશિ પ્રમાણે ઝાડ-છોડ વાવી શકો છો

વૈશાખ મહિનાની અમાસ તિથિએ શનિ જંયતિ ઊજવવામાં આવે છે. આ પર્વ 10 જૂન, ગુરુવારના રોજ ઊજવવામા આવશે. આ દિવસે પીપળામાં જળ ચઢાવવા અને તેની પૂજા કરવાથી શનિ દોષમાં રાહત મળે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે અમાસના દિવસે ઝાડ-છોડ પણ વાવવા જોઈએ. આવું કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ રહે છે. કેમ કે, અમાસ પિતૃઓની તિથિ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે રાશિ પ્રમાણે ઝાડ-છોડ વાવવાથી અનેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને પુણ્ય મળે છે.

જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ઝાડ-છોડ વાવવા માટે રોહિણી નક્ષત્રને શુભ માનવામાં આવે છે
જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ઝાડ-છોડ વાવવા માટે રોહિણી નક્ષત્રને શુભ માનવામાં આવે છે

રોહિણી નક્ષત્રના શુભ સંયોગમાં વૃક્ષારોપણઃ-
10 જૂન, ગુરુવારે અમાસ તિથિ સાથે રોહિણી નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ઝાડ-છોડ વાવવા માટે રોહિણી નક્ષત્રને શુભ માનવામાં આવે છે. એટલે શુભ વાર અને નક્ષત્રના સંયોગમાં ઝાડ-છોડ વાવવા જોઈએ. અગ્નિપુરાણમા વૃક્ષારોપણને એક પવિત્ર માંગલિક સમારોહ તરીકે ઊજવવામાં આવે છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ માટી અને ખાતર સાથે શુભ મુહૂર્તમાં વૃક્ષારોપણ કરવામાં આવવું જોઈએ.

વૈશાખ મહિનો દેવતાઓનો દિવસઃ-
વૈશાખ મહિનામાં સૂર્ય ઉત્તરાયણ રહે છે. આ મહિને ઉત્તરાયણ સૂર્યનો છેલ્લો સમય એટલે ઉત્તરકાળને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. એટલે આ દિવસોમાં કરવામાં આવતા દાન અને શુભ કાર્યોનું અનેકગણું પુણ્ય મળે છે.

વૈશાખ મહિનામાં ભારે તાપ પડે છે, એવામાં ગરમીથી બચી શકાય તેવી વસ્તુઓનું દાન કરવા સાથે જ આ મહિને ઝાડ-છોડ વાવવા તથા તેમનું ધ્યાન રાખવાની પરંપરા છે. આવું કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ દિવસોમાં કરવામાં આવેતા કાર્યોથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ દૂર થઈ શકે છે.

શનિ જયંતિએ શનિદેવની મૂર્તિ ઉપર તલનું તેલ ચઢાવવું જોઈએ. સાથે જ તલના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ
શનિ જયંતિએ શનિદેવની મૂર્તિ ઉપર તલનું તેલ ચઢાવવું જોઈએ. સાથે જ તલના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ

શનિ જંયતિઃ વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિદેવનો જન્મ થયો હતોઃ-
ગ્રંથો પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ તિથિએ ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. એટલે આ દિવસે શનિ જંયતિ ઊજવવામાં આવે છે. આ પર્વમાં સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરવું જોઈએ. પછી શનિદેવની પ્રસન્નતા માટે વ્રત-પૂજા અને દાનનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે શનિદેવની મૂર્તિ ઉપર તલનું તેલ ચઢાવવું જોઈએ. સાથે જ તલના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને કાળા કપડા, અડદ, તેલ, બૂટ-ચપ્પલ કે તેલથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

રાશિ પ્રમાણે ઝાડ-છોડ વાવી શકો છો

 • મેષ: આંબળા, જાસૂદ, આંબલી, કેસૂડો
 • વૃષભઃ જાસૂદ, જાંબૂ, કેસૂડો કે અંજીર
 • મિથુનઃ કેસૂડો, રોઝવૂડ, વાંસ કે આપામાર્ગ
 • કર્કઃ વાંસ, પીપળો, નાગકેસર અને પલાશ
 • સિંહઃ વડ, પલાશ અને આંકડો
 • કન્યાઃ આપામાર્ગ, દૂર્વા અને વેલ
 • તુલાઃ વેલ, અર્જુન, ગૂલર અને બકુલ
 • વૃશ્ચિકઃ લીમડો, લીંબૂ અને કેસૂડો
 • ધનઃ પીપળો, કેળ, શાલ, અશોક કે ફણસ
 • મકરઃ શમી, આંકડો કે ફળસ
 • કુંભઃ શમી, કુશ કે આંબો
 • મીનઃ આંબો, પીપળો, લીમડો અને કુશ