આજે દેવઉઠી એકાદશી ઊજવાશે. આ દિવસે તુલસી સાથે શાલિગ્રામજીના લગ્ન કરવાની પરંપરા છે. શાલિગ્રામ કાળા રંગનો અંડાકાર પથ્થર હોય છે. જે નેપાળમાં ગંડકી નદીના કિનારે મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જો શાલિગ્રામ ઘરમાં રાખવા ઇચ્છો છો તો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર રહેતી નથી. શાલિગ્રામજી ભગવાન વિષ્ણુના જ અવતાર માનવામાં આવે છે.
શાલિગ્રામ અનેક પ્રકારના હોય છે
શાલિગ્રામ અનેક પ્રકારના હોય છે. થોડા શાલિગ્રામ અંડાકાર હોય છે, થોડા શાલિગ્રામમાં એક-એક કાણું હોય છે. થોડા પથ્થરમાં શંખ, ચક્ર, ગદા કે કમળના શુભ ચિહ્ન બનેલાં હોય છે. શાલિગ્રામની પૂજા તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી. તુલસી અને શાલિગ્રામજીના લગ્ન કરાવવાથી કન્યાદાનનું પુણ્ય મળે છે. પૂજામાં શાલિગ્રામનો અભિષેક કરો. ચંદન લગાવીને તુલસી દળ અર્પણ કરવા જોઈએ. જે ઘરમાં શાલિગ્રામ હોય, તે તીર્થ સમાન હોય છે. જે ઘરમાં શાલિગ્રામનું રોજ પૂજન થાય છે, ત્યાં વાસ્તુદોષ અને અન્ય વિઘ્ન દૂર થઈ જાય છે.
પુરાણોમાં શાલિગ્રામજીનું વર્ણન છે
સ્કંદપુરાણના કારતક મહાત્મ્ય અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવજીએ પણ શાલિગ્રામની સ્તુતિ કરી છે. બ્રહ્મવૈવર્તપુરાણના પ્રકૃતિ ખંડ અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યાં શાલિગ્રામની પૂજા થાય છે, ત્યાં ભગવાન વિષ્ણુ સાથે ભગવતી લક્ષ્મી પણ નિવાસ કરે છે. શાલિગ્રામ શિલાનું જળ જે પોતાના ઉપર છાંટે છે, તેમને તીર્થમાં સ્નાન કરવા સમાન પુણ્ય મળે છે. જે વ્યક્તિ રોજ સવારે શાલિગ્રામનો જળથી અભિષેક કરે છે, તેને અક્ષય પુણ્ય મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.