28મીએ શાકંભરી પૂર્ણિમા:કર્ણાટકના બાગલકોટમાં 1300 વર્ષ જૂનું દેવી વન શંકરીનું મંદિર આવેલું છે

9 મહિનો પહેલા
  • અહીં શાંકભરી પૂર્ણિમાએ રથયાત્રાની પરંપરા છે, આ દિવસે શાકભાજીઓ દ્વારા દેવીની પૂજા કરવામાં આવે છે

વનશંકરી મંદિર ભારતના કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં બાદામી ગામ પાસે આવેલું છે. મંદિરને બનશંકરી કે વનશંકરી કહેવામાં આવે છે કેમ કે આ મંદિર તિલકારણ્ય જંગલમાં છે. આ મંદિર લગભગ 1300 વર્ષ જૂનું છે. અહીં દર વર્ષે શાકંભરી પ્રાકટ્યોત્સવના દિવસે દરેક પ્રકારના શાકભાજીઓ દ્વારા દેવીની પૂજા કરવામાં આવે છે.

આ મંદિર 7મી સદીમાં બનેલું છેઃ-
દેવી શાકંભરી એટલે વનશંકરી મંદિર 7મી સદીના બાદામી ચાલુક્ય રાજાઓએ બનાવ્યું હતું. તે દેવી બનશંકરીને પોતાના કુળ દેવી સ્વરૂપમાં પૂજતાં હતાં. પરંતુ ધીમે-ધીમે આ મંદિર તૂટતું ગયું. વર્તમાનમાં સ્થિત મંદિરને મરાઠા સરદાર પરશુરામ આગલેએ 1750માં બનાવ્યું હતું. કહેવાય છે કે આ મૂળ મંદિર ચાલુક્યોના શાસનકાળ પહેલાં જ સ્થિત હતું. મંદિર સામે દીપ સ્તંભને દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે તૂટ્યા પછી તેને વિજયનગર સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યો છે. મંદિરની ચારેય તરફ ઊંચી દીવાલો છે. મંદિર પરિસરમાં એક મુખ્ય મંડપ અને અર્ધ મંડપ છે. જે ગર્ભગૃહ સામે બનેલો છે. સાથે જ એક માનાર પણ છે.

કાળા પત્થરની બનેલી મૂર્તિઃ-
મંદિરના ગર્ભગૃહમાં દેવી શાકંભરીની કાળા પત્થરની બનેલી મૂર્તિ છે. તેમાં દેવી સિંહ ઉપર સવાર છે. દેવીના પગ નીચે રાક્ષસ બનેલો છે. દેવીના આઠ હાથ છે. જેમાં ત્રિશૂળ, ડમરુ, કપાળપાત્ર, ઘંટ, વૈદિક શાસ્ત્ર અને તલવાર તથા ઢાળ છે. આ દેવી ચાલુક્યોની કુળદેવી હતાં. ખાસ કરીને દેવાંગા બુનકર સમુદાય દેવી શાકંભરીમાં વિશેષ શ્રદ્ધા રાખતાં હતાં. સાથે જ દેવી વનશંકરી થોડા બ્રાહ્મણોની પણ કુળ દેવી છે.

રથયાત્રાની પરંપરાઃ-
પોષ મહિનાની પૂર્ણિમા જે મોટાભાગે જાન્યુઆરીમાં આવે છે. આ દિવસે દેવી શાકંભરીનો પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવે છે અને રથયાત્રા કાઢવામાં આવે છે. જે ગામની ગલીઓથી પસાર થઇને મંદિરમાં પાછી ફરે છે. તે પછી અનેક પ્રકારના શાક અને વનસ્પતિઓથી દેવીની પૂજા કરવામાં આવે છે.

વનસ્પતિની દેવીઃ વનશંકરી કે શાકંભરીઃ-
મંદિરમાં શાકંભરી દેવીની પૂજા કરવામાં આવે છે. જે માતા પાર્વતીનું જ સ્વરૂપ છે. દેવી પાર્વતીએ શિવજીને મેળવવા માટે જ્યારે જંગલમાં રહીને તપસ્યા કરી હતી ત્યારે તેમણે કાચા શાકભાજી અને પાન ખાધા હતાં. એટલે તેમને શાકંભરી કહેવામાં આવે છે. આ દેવી દુર્ગાની જ શક્તિ છે. તેમનો ઉલ્લેખ દેવી ભાગવત પુરાણમાં છે.

સ્કંદ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે રાક્ષસ દુર્ગમાસુરે લોકોને સતત પરેશાન કર્યાં હતાં. તેમણે ઔષધી અને વનસ્પતિઓને નુકસાન પહોંચ્યું હતું. તે પછી દુર્ગમાસુરથી રક્ષા મેળવવા માટે દેવતાઓએ હિમાલય પર્વતની શિવાલિક પહાડીઓમાં દેવી દુર્ગાની આરાધના કરી હતી. ત્યારે દેવી પ્રકટ થયા અને રાક્ષસને માર્યો હતો. તે પછી દેવીએ સો નૈત્રોથી વરસાદ કરી અને ધરતીને ઔષધીઓ, વનસ્પતિઓ અને શાકભાજીઓથી ભરી દીધી હતી. એટલે દેવીને શતાક્ષી ને શાકંભરી પણ કહેવામાં આવે છે.

મંદિરની આસપાસ જંગલોમાં નારિયેળનું વૃક્ષ અને સોપારીનો છોડ છે. એટલે એવું પણ કહેવાય છે કે ગંભીર અકાળ દરમિયાન દેવીએ લોકોને જીવતા રહેવા માટે શાકભાજી અને ભોજન આપ્યું હતું. આ પ્રકારે દેવતાઓએ દેવીને શાકંભરી નામ આપ્યું.