મંગળનું રાશિ પરિવર્તન:મિથુન, તુલા અને મીન રાશિના લોકો માટે 4 સપ્ટેમ્બર સુધી સારો સમય રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળને કારણે વૃષભ, કર્ક, કન્યા અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે

20 જુલાઈએ મંગળ કર્ક રાશિમાંથી નીકળીને સિંહમાં આવી ગયો અને 4 સપ્ટેમ્બર સુધી રહેશે. તેની શુભ-અશુભ અસર તમામ રાશિ પર રહેશે. મંગળની અસર યુદ્ધ, જમીન, હિંમત, પરાક્રમ અને બિઝનેસ પર પણ થાય છે. તે ઉપરાંત આ ગ્રહ વૈવાહિક જીવન, ભૌતિક સુખ-સુવિધાઓ અને સફળતાને પણ અસર કરે છે. મંગળનું રાશિ પરિવર્તન મિથુન, તુલા અને મીન રાશિ લોકો માટે શુભ રહેશે.

કાશીના જ્યોતિષાચાર્ય પં.ગણેશ મિશ્રના અનુસાર, 12 રાશિ પર મંગળની અસર

મિથુન, તુલા અને મીન માટે સારો સમય
મંગળના રાશિ પરિવર્તનથી મિથુન, તુલા અને મીન રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સફળતાની તક મળી શકે છે. ઘણા કિસ્સામાં કિસ્મતનો સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો યોગ છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સમય સારો રહેશે. મંગળની અસરથી જૂની સમસ્યાઓ અને વિવાદનો અંત આવી શકે છે.

કુંભ સહિત 7 રાશિઓ માટે અશુભ સમય
મંગળનું સિંહમાં પ્રવેશવાથી મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, ધન અને કુંભ રાશિના લોકોની મુશ્કેલી વધી શકે છે. આ 7 રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે. તણાવ અને વિવાદની સ્થિતિ બની શકે છે. કામકાજમાં અડચણ આવી શકે છે. ધનનું નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ થઈ શકે છે. ઊધર ન લેવું. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી બચવું.

5 રાશિ માટે મિશ્રિત સમય રહેશે
મંગળની અસરથી મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકો માટે મિશ્ર સમય રહેશે. આ 5 રાશિના લોકોને કેટલાક કિસ્સામાં કિસ્મતનો સાથ મળી શકે છે. ફાયદો પણ થશે. પરંતુ કામકાજમાં અડચણ અને અનિચ્છનીય ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યની બબાતમાં ઉતાર-ચઢવાવાળો સમય રહેશે.