તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનંત ઊર્જા:પરમાત્મા પાસેથી માગો કર્મના આશીર્વાદ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપણે જ્યારે પણ પરમાત્માનેયાદ કરીએ તો એમ ન કહીએ કે આ કામ કરી દો, પરંતુ એવું કહીએ કે આ કામ કરવાની મને શક્તિ આપો.
  • આપણે જે વિચારીએ છીએ, બોલીએ છીએ, કરીએ છીએ તે આપણું કર્મ છે. આપણી સાથે જે થાય છે, લોકો આપણી સાથે જે વ્યવહાર કરે છે, તે આપણું નસીબ છે. જેવું કર્મ હોય છે, તેવું જ ભાગ્ય બને છે.

આપણે વિચારીએ છીએ કે, જે કંઈ પણ થાય છે તે ભગવાનની મરજીથી થાય છે. સાચું પણ છે. કોણ કરશે, એ તો કરવાના જ છે. એટલે આપણે દરરોજ તેમને કહીએ છીએ, હે ભગવાન મારી આ સમસ્યાનું સમાધાન શોધી આપો. શું ભગવાન આપણી સમસ્યાનું સમાધાન શોધી શકે છે? માની લો કે આપણા જીવનની સમસ્યા છે કે, મારે ટેબલ ઊંચકવાનું છે. તો શું હું પરમાત્માને કહીશ કે, ટેબલ ઊંચકી આપો. ટેબલ ઊંચું થશે? ના. આપણે તેમને દરરોજ કહીએ છીએ, તબિયત સારી કરી આપો, બાળકોને પાસ કરાવી દો, દીકરીના લગ્ન કરાવી દો, મારી ટ્રાન્સફર અટકાવી દો. આપણે જાણીએ છીએ કે, ભગવાન પાસેથી આપણને શું મળી શકે છે અને શું નહીં. પરમાત્મા આપણું કર્મ નહીં કરે. તે આપણને સાચું કર્મ કરવાની શક્તિ આપશે, જ્ઞાન આપશે. આથી આપણે જ્યારે પરમાત્માને યાદ કરીએ કે પૂજા કરીએ ત્યારે એમ ના કહીએ કે, મારું આ કામ કરી દો, પરંતુ એમ કહીએ કે આ કામ કરવાની મને શક્તિ આપો.

(આ અદ્દભુત લેખ બી.કે. શિવાની, બ્રહ્માકુમારી awakeningwithbks@gmail.com દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે)

જો આપણે ભગવાનમાં વિશ્વાસ ધરાવીએ છીએ, માતા-પિતામાં વિશ્વાસ ધરાવીએ છીએ તો હેરાન થવાના નથી. જેવું કર્મ હોય છે, એવું જ ફળ પ્રાપ્ત થાય છે. જો તે સ્પષ્ટ થઈ ગયું તો ક્યારેય પણ તમારી સામે આંગળી ઊંચી કરાશે નહીં અને કોઈ બીજાની તરફ પણ નહીં. જો હું સારો વ્યવહાર કરી રહ્યો છું તો પછી મારી સાથે કોઈ ખોટું કરી રહ્યું છે તેનું કારણ કોણ છે? મારી તબિયત બગડી રહી છે તો તેનું કારણ કોણ છે? મારું મન દુ:ખી છે તો તેનું કારણ કોણ છે? તેનાથી પણ મહત્ત્વનું છે કે, આ બધાનું નિવારણ કોણ કરશે. આપણે જીવનમાં આ લાઈન પકડીને રાખવાની છે, જેવું કર્મ એવું ફળ.આપણે જે કંઈ વિચારીએ છીએ, બોલીએ છીએ, કરીએ છીએ તે આપણું કર્મ છે. આપણી સાથે જે થાય છે, જીવનમાં પરિસ્થિતિઓ આવે છે, લોકો આપણી સાથે જે વ્યવહાર કરે છે, તે આપણું ભાગ્ય છે. હું તેમની સાથે કેવી રીતે વાત કરું તે આપણું કર્મ છે. તે આપણી સાથે કેવી રીતે વાત કરે, તે આપણું ભાગ્ય છે. બંને વચ્ચે શો સંબંધ છે? કર્મ જેવું હોય તેવું જ ભાગ્ય બને છે. આપણે જે કર્મ કરીએ છીએ તે દેખાતું નથી, પરંતુ ભાગ્ય દેખાય છે.

આપણી સાથે જે થઈ રહ્યું છે તે દેખાઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે મારી સામે ઘડિયાળ છે. મેં આ ઘડિયાળ ઊંચકીને તમારા તરફ ફેંકી. તે મારું કર્મ છે. હવે મેં જે આપ્યું તે પાછું પણ ત્યાં જ આવવાનું છે. જોકે, મને માત્ર એટલું જ દેખાય છે કે ત્યાંથી ઘડિયાળ આવી રહી છે. આપણે ફૂલ ઈચ્છીએ છીએ, પરંતુ ઘડિયાળ આવી રહી છે.આ જ રીતે જો કોઈ બધાની સામે મને કંઈક ખોટું કહી દે તો આપણે કહીએ છીએ કે, તેણે મારું અપમાન કર્યું છે. તેને સમજ્યા વગર જ આપણે નારાજ થઈ જઈએ છીએ. કે પછી માની લો કે મારા હાથમાં એક કાળા રંગનો બોલ છે. મેં સામેના દીવાલે ફેંક્યો, જે પાછો આવી રહ્યો છે. એટલે કોઈ આવી રીતે જ મારા તરફ કાળા રંગનો બોલ ફેંકી રહ્યું છે, એટલે કે મારું અપમાન કરી રહ્યું છે. તો એ કાળા રંગનો બોલ સામેથી આવી રહ્યો છે, એ ઘડિયાળ સામેથી આવી રહી છે, તે અપમાન સામેથી આવી રહ્યું છે, એ દગો સામેથી આવી રહ્યો છે તો આપણે શું કરીશું? આપણે તેમને કહીએ છીએ કે, મહેરબાની કરીને આવું ના કરો. આપણા કહેવાથી તે રોકાઈ શકે છે.

જોકે, આપણે નારાજ થઈ જઈશું, ઉદાસ, પરેશાન થઈ જઈશું, રડવા લાગીશું. ત્યાંથી કાળો બોલ આવી રહ્યો હતો, આપણે પણ સામે કાળા રંગનો બોલ ફેંકી દીધો. આ રીતે જ આ યુગ કળિયુગ બની ગયો છે.હવે આપણે સતયુગ બનાવવાનો છે. કાળો બોલ આવી રહ્યો હતો, આપણે કાળો ફેંક્યો તો કળિયુગ બની ગયો. આ ક્ષણે મારી પાસે વિકલ્પ છે કે હું તેમને સમજીને, તેમની નબળાઈ અને તકલીફો જાણીને, તેઓ જેવા છે એવા જ સ્વીકાર કરું. તેનાથી મારું મન શાંત થઈ જશે. મારા મનમાં એ સવાલ નહીં જાગે કે મારી સાથે જ તેઓ વારંવાર આવું શા માટે કરે છે? તો તેઓ આવો વ્યવહાર કરશે ત્યારે શું આપણે તેમની સાથે પ્રેમથી વાત કરી શકીએ છીએ? જો આપણે તેમની સાથે પ્રેમથી વાત કરીશું તો ફાયદો કોને-કોને થશે? પહેલા તો આપણે પોતાનું મન સ્વચ્છ કરવું પડશે, તબિયત સુધારવી પડશે, એ ઊર્જાનો પ્રભાવ આપણા મન પર નહીં થાય, ચોથું તેની તબિયત પણ સારી રહેશે. આ જ રીતે સતયુગ આવશે.