હોળીની જ્વાળાથી થશે ચોમાસાનો વરતારો:આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમમાં રહેશે તો 'સોળ આની' ચોમાસુ અને દક્ષિણમાં રહેશે તો રોગચાળાનો ભય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી ખગોળીય અને જ્યોતિષની દૃષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે. તા. 17 માર્ચ 2022 ગુરૂવારે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે.

મેઘાડંબર નામના ગ્રંથમાં જણાવ્યા મુજબ હોળી આ હવામાન શાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા-જ્વાળાઓનો અભ્યાસ કરાય છે.

ભડલી વાક્ય મુજબ,
હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પુરવનો વાય, કોરો ને કઈ ભીની જાય;
દક્ષિણ વાયુ ધન નો નાશ, એ સમય ન ઉપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પીઆર પાણી બહુ જોય;
જો વંટોળ ચારે વાય, પૃથ્વી રણસંગ્રામ બતાય;
ફાગણની પૂનમે દિન,હોળી સમયે પારખ કિન.

તા. 17 માર્ચ 2022 ગુરૂવારે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે
તા. 17 માર્ચ 2022 ગુરૂવારે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે
  • હોળીના પ્રાગટ્ય સમયે ઉત્તર દિશામાં વાયુ હોય તો શિયાળો લાંબો થાય અને વરસાદ ઓછો થાય, પાણીની અછત વર્તાય. જ્યારે પશ્ચિમ દિશાનો વાયુ હોય તો ઉત્તમ વરસાદ થાય.” સોળ આની” ચોમાસુ માનવું.
  • દક્ષિણ દિશાનો વાયુ હોય તો રોગચાળાનો ભય રહે અને પશુ પ્રાણીઓને નુકશાન થાય. જ્યારે પૂર્વ દિશાનો વાયરો હોય તો સામાન્ય વરસાદ રહે, ખંડ વૃષ્ટિ થાય. એકંદર વર્ષ મધ્યમ પસાર થાય.
  • ઈશાની વાયરો હોય તો ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયરો હોય તો દુષ્કાળનો ભય રહે, ચોમાસુ મોડુ અને વરસાદ થોડો થાય. પાણીની ખેચ રહે.
  • નૈઋત્યનો વાયરો હોય તો વર્ષ સાધારણ ગણવું. ખંડ વૃષ્ટિ થાય. વાયવ્ય દિશાનો વાયુ હોય તો વરસાદ સાર્વત્રિક સારો થાય અને ખેતીની ઉપજ સારી રહે. જો વાયરો આકાશમાં ઘૂમરી લેતો અને ચારેય દિશામાં વાયુ પ્રસરતો હોય તો દુષ્કાળનો ભય રહે, પ્રજા પીડાય છે.
  • હોળીના પર્વમાં અનુભવીઓ કેટલાક ખાસ વિસ્તારમાં જમીનમાં ચોક્કસ ઉંડાઇએ મતલમાં જુદા જુદા અનાજ ભરીને હોળીની નીચે રાખે છે. બીજા દિવસે તેનું નિરીક્ષણ કરીને ગરમી, ભેજ અને હવામાનનું અનુમાન કરવાની આપની પ્રાચીન પરંપરા છે.

આ લેખની સંપૂર્ણ માહિતી ભાવનગરના શ્રીધર પંચાંગ વાળા કિશન ગિરીશભાઈ જોશી દ્વારા જણાવવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...