• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Second Pradosh Of Sawan On 9: Due To Tuesday, It Will Be Bhaum Pradosh, In This Coincidence, Diseases Start Getting Away From Shiva Worship

9 ઓગસ્ટે શ્રાવણનું બીજું પ્રદોષ વ્રત:મંગળવાર હોવાથી ભોમ પ્રદોષ કહેવાશે, આ સંયોગમાં શિવ પૂજા કરવાથી બીમારીઓ દૂર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ મહનાનું બીજું પ્રદોષ વ્રત 9 ઓગસ્ટના રોજ રહેશે. આ દિવસે ભગવાન શિવની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. મંગળવારનો દિવસ હોવાથી તેને ભોમ પ્રદોષ કહેવામાં આવે છે. શિવ અને સ્કંદપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભોમ પ્રદોષના દિવસે શિવજીની પૂજા કરવાથી બીમારીઓ દૂર થવા લાગે છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.

શિવ અને સ્કંદપુરાણમાં પ્રદોષ
શિવ અને સ્કંદપુરાણ પ્રમાણે, પ્રદોષ એટલે તેરસ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાશ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ દરમિયાન કરવામાં આવતી તેમની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.

મંગળવારે તેરસ તિથિ
શ્રાવણનું બીજું પ્રદોષ વ્રત મંગળવારે રહેશે. સુદ પક્ષની તેરસ તિથિ મંગળવાર સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાથી શરૂ થઈ જશે. જે બુધવારે બપોરે લગભગ 2.15 વાગ્યા સુધી રહેશે. મંગળવારે સૂર્યાસ્ત એટલે પ્રદોષકાળમાં તેરસ તિથિ હોવાથી આ દિવસે આ વ્રત કરવું જોઈએ.

શિવપુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે
શિવપુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે

ભોમ પ્રદોષનું મહત્ત્વ
પ્રદોષ વ્રતનું મહત્ત્વ સપ્તાહના દિવસો પ્રમાણે અલગ-અલગ હોય છે. મંગળવારે આવતાં પ્રદોષ વ્રતમાં પૂજા કરવાથી ઉંમર વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વ્રતના પ્રભાવથી બીમારીઓ દૂર થાય છે અને કોઇપણ પ્રકારની શારીરિક પરેશાનીઓ થતી નથી. આ દિવસે શિવ-શક્તિ પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે. મંગળવારે પ્રદોષ વ્રત અને પૂજા કરવાથી પરેશાનીઓ પણ દૂર થવા લાગે છે. ભોમ પ્રદોષનો સંયોગ અનેક પ્રકારના દોષને દૂર કરે છે. આ સંયોગના પ્રભાવથી ઉન્નતિ મળે છે. આ વ્રત કરવાથી પરિવાર હંમેશાં સ્વસ્થ રહે છે. સાથે જ બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સંકલ્પ લીધા પછી દૂધનું સેવન કરીને વ્રત રાખો
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે પ્રદોષ વ્રત નિર્જળા એટલે પાણી પીધા વિના રાખવામાં આવે છે. એટલે આ વ્રતમાં ફળાહારનું ખાસ મહત્ત્વ હોય છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે.
સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દિવસે વ્રત દરમિયાન પૂજાની થાળીમાં અબીર, ગુલાલ, ચંદન, ચોખા, ફૂલ, ધતૂરો, બીલીપત્ર, જનોઈ, નાડાછડી, દીવો, કપૂર, અગરબત્તી અને ફળ હોવા જોઈએ.
આ વ્રતમાં દૂધનું સેવન કરો અને આખો દિવસ ઉપવાસ ધારણ કરો. પ્રદોષ વ્રતમાં અનાજ, મીઠું, મરચું વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. વ્રત સમયે એકવાર જ ફળાહાર ગ્રહણ કરવો જોઈએ.

પ્રદોષ વ્રતમાં શિવ-શક્તિની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે, દાંપત્ય સુખ વધે છે
પ્રદોષ વ્રતમાં શિવ-શક્તિની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે, દાંપત્ય સુખ વધે છે

પ્રદોષ વ્રત અને પૂજાની વિધિ
પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડા પહેરીને પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.

  • પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું.
  • ત્યાર બાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ.
  • આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન કરીને સફેદ કપડાં પહેરવા.
  • જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને ગંગાજળ અને ગાયના ગોબરથી લીપીને મંડપ તૈયાર કરો.
  • મંડપમાં પાંચ રંગની રંગોળી બનાવો અને પૂજા કરવા માટે કુશના આસનનો ઉપયોગ કરો
  • સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો
  • માટીથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો
  • ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો
  • ભગવાન શિવ-પાર્વતીની પૂજા બાદ ધૂપ-દીપ પ્રગટાવો
  • શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃતથી સ્નાન કરાવો. બીલીપાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો.
  • ભગવાન શિવની પૂજામાં બીલીપાન, ધતૂરો, ફૂલ, મીઠાઈ, ફળનો ઉપયોગ કરો.
  • ભગવાન શિવને લાલ રંગના ફૂલ ચઢાવવા નહીં.
  • પૂજામાં ભગવાન શિવના મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઇએ.
  • ત્યાર બાદ કથા અને પછી આરતી કરો.
  • પૂજાના પૂર્ણ થયા પછી માટીના શિવલિંગને વિસર્જિત કરી દો.